જામનગરની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર ત્રણ માસે ઝડપાયો

પરિવારને મકાન સીફ્ટિંગમાં મદદને બહાને મિત્રતા બાંધી આચર્યુ હતું દુષ્કર્મ ગોકુલનગર વિસ્તારમા રહેતી સગીરા પર ત્રણેક માસ પહેલા તેના પરિચયમાં રહેલ આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું.…

પરિવારને મકાન સીફ્ટિંગમાં મદદને બહાને મિત્રતા બાંધી આચર્યુ હતું દુષ્કર્મ


ગોકુલનગર વિસ્તારમા રહેતી સગીરા પર ત્રણેક માસ પહેલા તેના પરિચયમાં રહેલ આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. જે અંગેની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીને પકડી પાડ્યો છે. જે શખ્સ સગીરાના પરિવારને ઘરના સીફટીંગમાં મદદ અર્થે આવ્યા બાદ , પરિચયમાં આવ્યો હતો અને તે અવારનવાર સગીરાના ઘરે જતો હતો. જે દરમિયાન બન્ને વચ્ચે મિત્રતા બંધાતા આરોપીએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી.


આ અંગેની વિગત એવી છે કે, ગુલાબનગર વિસ્તારમાં ત્રણેક માસ અગાઉ એક સગીરાના પરિવારને ઘરના સિફટીંગમાં મદદ માટે આરોપી સંજય ભિમજીભાઈ મકવાણાનો ભેટો થયો હતો. ત્યારબાદ આરોપી સંજય સગીરા સાથે પરિચયમાં આવ્યો હતો. અવારનવાર આરોપી સગીરાના ઘરે જતો હોવાથી સગીરા તેના પ્રેમજાળમા ફસાઈ હતી અને ત્યારબાદ આરોપીએ તેના પર કુકર્મ આચર્યું હતુ.


આ મામલો બહાર આવતા પરિવારજનો પણ ચોંકી ઉઠયા હતા અને મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં આરોપી સંજય ભિમજીભાઇ મકવાણા સામે ગુન્હો નોંધ્યા બાદ પીઆઈ પી.પી.જાએ વધુ તપાસ આદરી હતી. ઉંડી તપાસ બાદ પોલીસે આરોપીને દબોચી લીધો હતો. જેની પૂછપરછમાં અગાઉ આરોપીના લગ્ન થઈ ગયા હોય અને એક સંતાન હોવાનુ સામે આવ્યુ છે. બીજી બાજુ સગીરા પણ બીજી વખત દુષ્કર્મનો ભોગ બની છે અને આ અગાઉનો દુષ્કર્મ કાંડનો આરોપી હાલ જેલહવાલે હોવાનું જાણવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *