હળવદ પંથકમાં 9 વર્ષના બાળકને કપડા અને બુટ અપાવવાની લાલચ આપી બાઈકમાં બેસાડી લઇ જઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું જે કેસ મોરબી સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી જતા કોર્ટે નરાધમને 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો છે
કેસની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદીના 09 વર્ષના સગીર દીકરાને આરોપી બુટ અને કપડા આપવાની લાલચ આપી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી ભોગ બનનારને પોતાના બાઈકમાં બેસાડી લઇ જઈને બાળવાની ઝાડીમાં લઇ જઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું હળવદ પોલીસે ફરિયાદ નોંધી આરોપી અક્ષય રમેશભાઈ દેગામાં રહે ચીખલી તા. માળિયા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી અને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરવામાં આવી હતી.
જે કેસ સ્પેશ્યલ જજ (પોક્સો કોર્ટ) અને એડીશનલ સેસન્સ જજ, મોરબીની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એન ડી કારીઆએ 12 મૌખિક પુરાવા અને 29 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને સ્પેશ્યલ જજ (પોક્સો કોર્ટે) આરોપી અક્ષય રમેશભાઈ દેગામાંને કસુરવાન ઠેરવ્યો હતો અને પોક્સો કલમો અન્વયે આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા અને રૂૂ 4000 દંડ ફટકાર્યો છે તેમજ ભોગ બનનારને વળતર માટેની યોજના અંતર્ગત ભોગ બનનારને રૂૂ 4 લાખ અને આરોપી જે દંડની રકમ રૂૂ 4,000 ભરે તે મળીને કુલ રૂૂ 4,04,000 વળતર પેટે ચુકવવા આદેશ કર્યો છે.
