તાલાલામાં જીપ્સીચાલકને માર મારી બંદૂક બતાવી લૂંટ ચલાવનાર છ દી’ના રિમાન્ડ પર

રોકડ અને સોનાના ચેઇનની લૂંટ ચલાવી હતી: મુદ્દામાલ કબજે લેવા તજવીજ સાસણ પાસે જીપ્સી ચાલકને માર મારી બંદુક બતાવી 11,000ની રોકડ, સોનાનાં ચેનની લૂંટ ચલાવનાર…

રોકડ અને સોનાના ચેઇનની લૂંટ ચલાવી હતી: મુદ્દામાલ કબજે લેવા તજવીજ


સાસણ પાસે જીપ્સી ચાલકને માર મારી બંદુક બતાવી 11,000ની રોકડ, સોનાનાં ચેનની લૂંટ ચલાવનાર નાઝીમ હબીબ સોઢાને રિમાન્ડ પર મેળવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


તાલાલા તાલુકાના સાંગોદ્રા ગામના જીપ્સી ચાલક 37 વર્ષીય અલ્પેશભાઇ લાધાભાઇ હરણેસાને તેના જ ગામનો નાઝીમ હબીબ સોઢા સાથે માથાકૂટ ચાલતી હતી. દરમિયાન યુવક જીપ્સીનો ફેરો કરી 30 નવેમ્બરના રોજ તાલાલાથી જીપ્સી હંકારીને પોતાના ગામ તરફ જઈ રહ્યો હતો તે વખતે સાસણ તાલાલા રોડ ઉપર ભોજદે ગામ પાસે જીપ્સી સાથે રોકી નાજીમ હબીબભાઇ સોઢા રહે. સાંગોદ્રા,અસ્લમ ગાઇડ રહે. સાસણ, અલી શરીફભાઇ કોરેજા રહે. સાંગોદ્રા અને ત્રણ અજાણ્યા શખ્સે ઉભો રાખી અગાઉની માથાકૂટનો ખાર રાખી નાજીમ સોઢાએ લોખંડના પાઇપ વડે જમણા પગ તથા બન્ને હાથમાં માર મારી ફ્રેક્ચર કરી ગોળી મારી દઇશ તેમ કહી બંદુક (પિસ્તોલ) જેવુ હથીયાર બતાવી મારી નાખવાની ધમકી આપી હતી.

તેમજ અલ્પેશના ખિસ્સામાંથી રૂૂપિયા 11,000ની રોકડ અને દોઢ તોલ સોનાનાં ચેનની લૂંટ ચલાવી હતી. આ ઘટનાનો મુખ્ય આરોપી નાજીમ સોઢાને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા બાદ મેંદરડાના ઇન્ચાર્જ મહિલા પીઆઈ એસ. એન. સોનારાએ આરોપીને 14 દિવસનાં રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં અદાલતે 19 ડિસેમ્બર સુધી 6 દિવસનાં રિમાન્ડ મંજૂર કરતા મુદ્દામાલ, હથિયાર કબજે લેવા વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *