લાઠીના પીપળવામાં કોર્ટ મેરેજ કર્યા બાદ છૂટાછેડા લઇ લેતા યુવક પર પાઇપથી હુમલો

લાઠીના સરકારી પીપળવામા રહેતા એક યુવકે યુવતી સાથે કોર્ટ મેરેજ કર્યા બાદ દોઢેક માસ પહેલા છુટાછેડા લઇ લેતા આ મુદે ચાર શખ્સોએ યુવક પર પાઇપ…


લાઠીના સરકારી પીપળવામા રહેતા એક યુવકે યુવતી સાથે કોર્ટ મેરેજ કર્યા બાદ દોઢેક માસ પહેલા છુટાછેડા લઇ લેતા આ મુદે ચાર શખ્સોએ યુવક પર પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડી ધમકી આપતા તેણે આ બારામા દામનગર પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.


આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, સુરેશભાઇ વિનુભાઇ બગદરીયા (ઉ.વ.22) નામના યુવકે દામનગર પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેણે નવેક માસ પહેલા પ્રવિણભાઇ મકવાણાની દીકરી સાથે કોર્ટ મેરેજ કર્યા હતા અને દોઢેક મહિના પહેલા છુટાછેડા લીધા હતા.


આ વાતનુ મનદુખ રાખી જતીન પ્રવિણભાઇ મકવાણા અને મયુર મોટર સાયકલ લઇને સરકારી પીપળવા ગામે આવ્યા હતા અને કહેલ કે અમારી બહેન તમારા ઘરે છે. તેને ના પાડતા કહેલ કે દામનગર પોલીસ સ્ટેશન આવવાનુ છે સાથે ચાલો.


જેથી સુરેશભાઇ દામનગર આવતા મેઇન બજારમા નટુભાઇની ઓફિસ પાસે જતા ત્યાં યુવતી મોટર સાયકલ પર બેસવા આવતા જતીને સુરેશને પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત મયુરે ઢીકાપાટુનો મારમાર્યો હતો. સેજલબેન અને માયાબેને પણ સાવરણીથી મારમાર્યો હતો અને ધમકી આપી હતી.
બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ કે.આર.સાંખટ ચલાવી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *