ડોક્ટર અને ટ્રાવેલ્સ સંચાલકની સાત કાર લઇ ફરાર થયેલો શખ્સ ઝડપાયો

તબીબના નામે 11 લાખની કાર લોન લીધી અને ટ્રાવેલ્સ સંચાલકની છ કાર ભાડે લઇ રફૂચક્કર થઇ ગયો હતો રાજકોટમાં તબીબના નામે કાર લોન અને ટૂર…

તબીબના નામે 11 લાખની કાર લોન લીધી અને ટ્રાવેલ્સ સંચાલકની છ કાર ભાડે લઇ રફૂચક્કર થઇ ગયો હતો

રાજકોટમાં તબીબના નામે કાર લોન અને ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકના પાસથી 6 કાર ભાડે મેળવી છેતરપીંડી કરનાર શખ્સને ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી લઇ 12 લાખની બે કાર કબજે કરી હતી. મળતી વિગતો મુજબ વિતરાગ સોસાયટીમાં રહેતા અને ઘર પાસે ટૂર એન્ડ ટ્રાવેલ્સ ચલાવતા વિમલભાઇ નવનીતભાઇ ભાયાણીએ કાલાવડ રોડ પર બાલમુંકુદ સોસાયટીમાં રહેતા રજનીકાંત સુરેશભાઇ સારીખડા સામે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે,રજનીકાંતે કાર ભાડે માંગી હતી.

અને તેનું ભાડું તમને રૂૂ.1500 આપીશ તેમ કહેતા વિમલે જામનગર રહેતા ભાઇ પાસે કાર હોય તેને વાત કરી તેની કાર આપી હતી. ત્યાર બાદ વધુ એક કાર માંગી અને કટકે-કટકે છ કાર ભાડે રાખી હોય અને આ બધી કાર મારા સગા સંબંધી અને મિત્રો પાસેથી લઇને ભાડે આપી હોય બાદમાં રજનીકાંતે ભાડું આપવાનું બંધ કરી દીધું હોય જે છ કાર પૈકીની ત્રણ કાર પરત આપી હતી અને કુલ ભાડું રૂૂ.9.72 લાખ તેમજ કાર પરત નહીં છેતરપિંડી કરી હતી. તેમજ રાજકોટના ડો.વિવેક ધર્મેન્દ્રભાઈ મોદી સાથે મિત્રતા કેળવી રજનીકાંત ઉર્ફે રજનીશ સુરેશભાઈ સારીખડાએ પોતાના નામે કાર લોન થતી નહી હોવાનું કહી તા.24/07/2023 ના રોજ ડો.મોદીના નામની આઈ.સી.આઈ.સી.આઈ બેંક માંથી રૂૂ.11 લાખની કાર લોન લઈ મારૂૂતી બ્રેઝા કાર લઈ બેંક લોનના ચાર-પાંચ હપ્તા ભરી ત્યારબાદ કારના હપ્તા નહી ભરી તેમજ કાર પણ પરત નહી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

છેતરપીંડી, વિશ્વાસઘાત કરી મેળવેલ ફોર-વ્હીલ કારના અલગ-અલગ બે ગુન્હાઓમાં નાસતા-ફરતા જામ કંડોરણાના સોડવદરના વતની અને હાલ નિર્મલા કોન્વેન્ટ રોડ ઉપર બાલમુકુંદ સોસાયટી શેરી નં.3માં રહેતા રજનીકાંત ઉર્ફે રજનીશ સુરેશભાઈ સારીખડા (ઉ. વ.29)ને ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ વી.ડી. ડોડીયાની ટીમના એ.એસ.આઈ. અમિતકુમાર અગ્રાવત,વિશાલભાઈ દવે અને રણજીતસિંહ જાડેજાની બાતમીને આધારે ઝડપી લઇ રૂૂ.12 લાખની બે કોર વ્હીલ કાર કબ્જે કરી હતી. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી કાઇમ બી.બી. બસીયાની સુચનાથી ક્રાઇમ બ્રાંચના પી.આઈ એમ. આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવ તેમજ પીએસ આઈ વી. ડી. ડોડીયા ટીમના દિગ્પાલસિંહ જાડેજા,દિપકભાઇ ચૌહાણ, દિલીપભાઇ બોરીચા, રાજેશભાઇ જળુ, સંજયભાઇ રૂૂપાપરા, પ્રદિપસિંહ જાડેજા, જયરાજભાઇ કોટીલાએ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *