ખંભાળિયાનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો

ખંભાળિયા વિસ્તારમાં ડીવાયએસપી વી.પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા પોલીસ મથકના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા રાત્રિના હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન સર્વેલન્સ સ્ટાફના…

ખંભાળિયા વિસ્તારમાં ડીવાયએસપી વી.પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા પોલીસ મથકના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા રાત્રિના હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન સર્વેલન્સ સ્ટાફના યોગરાજસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા અને સામતભાઈ ગઢવીને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયામાં ધરારનગર વિસ્તારમાં આવેલા આશાપુરા ચોક ખાતે રહેતા રમેશ ભગવાનજીભાઈ ભાટી નામના શખ્સના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ સ્થળેથી રૂૂપિયા 1,24,800 ની કિંમતની વિદેશી દારૂૂની 96 બોટલ તેમજ રૂૂ. 5,000 ની કિંમતના એક મોબાઈલ ફોન સહિત કુલ રૂૂપિયા 1,29,800 ના મુદ્દામાલ સાથે આરોપી રમેશ ભાટીની અટકાયત કરવામાં આવી હતી. આ પ્રકરણમાં અન્ય એક શખ્સ એવા આ જ વિસ્તારમાં રહેતા અજય ડાડુ ધારાણીનું નામ પણ ખુલવા પામ્યું છે. જે અંગે પોલીસે આરોપી અજય ડાડુને હાલ ફરાર જાહેર કરી, વિધિવત રીતે ગુનો નોંધ્યો છે.

આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. બી. જે. સરવૈયા, એ.એસ.આઈ. હેમંતભાઈ નંદાણીયા, સામતભાઈ ગઢવી, ભરતભાઈ જમોડ, દિવ્યરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, યોગરાજસિંહ ઝાલા, અરજણભાઈ આંબલીયા અને કાનાભાઈ લુણા દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *