જામકંડોરણા ના ઈન્દિરા નગર વિસ્તારમાં કુતરાનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે થોડાક સમય પહેલાં માનવભક્ષી કુતરોઓએ રવીનાથ નામના બાળક હાથ પગ માથાં ના ભાગે તીક્ષ્ણ દાંતથી બચકા ભરી લેતાં ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજયું હતું. આ બાળકના મોતથી ઈન્દિરા નગર વિસ્તારમાં રહેતા સ્થાનિકોએ કુતરા ના ત્રાસથી બચવા સ્થાનિક તંત્રને કુંભકર્ણ નિંદ્રામાંથી ઉઠાડવા જાહેરમાર્ગો પર રેલી કાઢી ધરણાં સહિતના કાર્યક્રમો આપ્યા ત્યારે જામકંડોરણા નું સ્થાનીક તંત્ર કામે લાગ્યું હતું.
આજરોજ જામકંડોરણાના ઈન્દિરા નગર વિસ્તારમાં ઝુંપડા પાસે રમતી સાત વર્ષની રેખાબેન વિનુભાઈ માગરોલીયા નામની બાળકી પર દસ પંદર માનવભક્ષી કુતરોઓએ હાથ પગ માથાં માં ગળાના ભાગે 20 થી 25 તિક્ષણ દાંત થી બચકા ભરી લેતાં લોહીલુહાણ હાલતમાં જામકંડોરણા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી આ બાળકીની હાલત ગંભીર હોવાથી જુનાગઢ રીફેર કરેલ છે