શહેરના સામાકાંઠે પેડક રોડ પર આવેલા આર્યનગરમાં એકાદ મહિના પહેલા મકાનના સેન્ટ્રીંગ કામ વેળાએ વીજતારને અડી જતાં પ્રૌઢને વીજશોક લાગતા તેઓ ત્રીજા માળેથી નીચે પટકાયા હતાં.પેટના ભાગે તથા છાતીના ભાગે ગંભીર રીતે દાજી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું ગઈકાલે મોત નીપજ્યું હતું.
વધુ વિગત મુજબ,પેડક રોડ પર આર્યનગર શેરી નં. 12 માં રહેતા જગદીશભાઈ જીવણભાઈ ગોરવાડિયા (ઉ.વ.52) નામના પ્રજાપતિ પ્રૌઢ ગઈ તા.16 જાન્યુઆરીના રોજ પોતાના ઘરે ત્રીજા માળે છતનું સેન્ટ્રીંગ કામ ચાલુ હતુ ત્યારે ત્રીજા માળે હતા ત્યારે ત્યાંથી પસાર થતાં વીજતારને અકસ્માતે અડી જતાં વીજશોક લાગતા તેઓ ત્રીજા માળેથી નીચે પટકાયા હતાં જેમાં તેઓને પેટના ભાગે તથા છાતીના ભાગે ગંભીર રીતે દાજી જતાં તેમને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.જ્યાં તેઓનું ગઈકાલે તેમનું સારવારમાં મોત નીપજ્યું હતું.પ્રાથમિક તપાસમાં જગદીશભાઈ એક ભાઈ ત્રણ બહેનમાં વચેટ અને પાનની કેબીન ચલાવતા હતા.તેમને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળેલ છે.
