મોરબીના લાલપર પાસે રોડ પર બાઈક પર ઉભા હોય દરમિયાન પાછળથી બીજું બાઈક આવીને અથડાતા પાળી સાથે અથડાવાના કારણે રવાપર રોડ પર રહેતા પ્રૌઢનું મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રવાપર રોડ પર રહેતા સુરેશભાઇ ચતુરભાઇ દેત્રોજા નામના પ્રૌઢ લાલપર ગામની પાસે રોડ ઉપર બાઈક પાસે ઉભા હોય ત્યારે પાછળથી બીજી બાઈક આવીને ભટકાતા ત્યાં આવેલ પાળી પર પડી જવાના કારણે માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી પ્રૌઢનું મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મોરબીમાં ગળાફાંસો ખાઈ આશાસ્પદ યુવકનો આપઘાત,
મોરબીમાં કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ટુવાલ વડે ગળાફાંસો ખાઈ લેતા યુવાનનું મોત થયું છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીની ધર્મસૃષ્ટિ સોસાયટીમાં નિકેતભાઇ ત્રીકમજીભાઇ ડાભીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ટુવાલ વડે પંખા સાથે ગળાફાંસો ખાઈ લીધો હતો. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું.
