ગોંડલના સુલતાનપુર નજીક બાઇક આડે કૂતરૂ ઉતરતા બાઇક સ્લીપ થતા પ્રૌઢનું મોત નીપજ્યુ હતુ. વાડીએ જતી વેળાએ અકસ્માત થતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો.
જાણવા મળતી વિગત મુજબ ગોંડલ તાલુકાના સુલતાપુર ગામે રહેતા પરસોતમભાઇ દેવશીભાઇ કાનકડ (ઉ.વ.60)નામના પ્રૌઢ ગત રાત્રે બાઇક લઇ પોતાની વાડીએ જતા હતા ત્યારે સુલતાપુર ખજૂરી રોડ પર પહોંચતા કૂતરૂ આડુ ઉતરતા બાઇક સ્લીપ થઇ ગયુ હતુ. જેમાં પરસોતમભાઇ ગંભીર ઇજા થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે.
પ્રાથમિક તપાસમા: મૃતક બે ભાઇ પાંચ બહેનમાં વચેટ અને ખેતીકામ કરતા હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને ચાર પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
