ભાવનગરના કાળા તળાવ પાસેથી દારૂ ભરેલી ટ્રક સાથે શખ્સ ઝડપાયો

એલસીબીની ટીમની કામગીરી, દારૂનો જથ્થો કોને આપવાનો હતો? પુછપરછ શરૂ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ભાલપંથકમાં આવેલ કાળા તળાવ ગામ પાસેથી ઇંગ્લિશ દારૂૂનો જથ્થો…

એલસીબીની ટીમની કામગીરી, દારૂનો જથ્થો કોને આપવાનો હતો? પુછપરછ શરૂ

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ભાલપંથકમાં આવેલ કાળા તળાવ ગામ પાસેથી ઇંગ્લિશ દારૂૂનો જથ્થો ભરીને શહેરમાં આવી રહેલ એક ટ્રકને ઝડપી લઇ વેળાવદર ભાલ પોલીસને હવાલે કર્યો છે. ગત રાત્રિના સમયે એલસીબી ની ટીમ ભાલ પંથકમાં પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે, કાળાતળાવથી નિરમા કંપની તરફ જવાના રોડ પર વોચમાં હોય એ દરમિયાન બાદમે વાળો ટ્રક નંબર જીજે 27 ટીડી 2454 આવી પહોંચતા તેને અટકાવી ચાલકને અટકમાં લઈ નામ સરનામું પૂછવા સાથે ટ્રકની તલાસી હાથ ધરી હતી.

ટ્રક ચાલકે પોતાનું નામ રમેશ ઉર્ફે બાદશાહ તળસી ગોહેલ (ઉં.વ.45 રહે.મફતનગર સ્ટીલ કાસ્ટ ફેક્ટરી પાસે રૂૂવાપરી રોડ વાળો) હોવાનું જણાવેલ તથા ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલ 360 નંગ બોટલ તથા બિયરના ટીન નંગ 24 વિના પાસ પરમિટે મળી આવતા પોલીસે ડ્રાઇવરની અંગ જડતી હાથ ધરતા તેના કબ્જા માંથી એક મોબાઈલ પણ મળી આવેલ આથી એલસીબી ની ટીમે દારૂૂ, બીયર, મોબાઈલ તથા ટ્રક મળી કુલ રૂૂપિયા 13,44,888 નો મુદ્દામાલ કબજે કરી તેના વિરુદ્ધ વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી આરોપી મુદ્દામાલ સોંપી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *