સલાયા બંદરે માછીમારોને ગેરકાયદેસર ડીઝલ વેચાણ કરતો શખ્સ ઝડપાયો

દ્વારકા જિલ્લાના એસપી જયરાજસિંહ વાળા દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર ચાલતી પ્રવૃતિઓને ડામવા એસોજીને સૂચના અપાઈ છે. જે અનુસંધાને એસોજી પી.આઈ. કે.કે.ગોહિલ તેમજ પી.એસ.આઈ. ડી.એ.વાળા દ્વારા ટીમ…

દ્વારકા જિલ્લાના એસપી જયરાજસિંહ વાળા દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર ચાલતી પ્રવૃતિઓને ડામવા એસોજીને સૂચના અપાઈ છે. જે અનુસંધાને એસોજી પી.આઈ. કે.કે.ગોહિલ તેમજ પી.એસ.આઈ. ડી.એ.વાળા દ્વારા ટીમ સાથે સઘન પેટ્રોલિંગ કરતા હોય જે દરમ્યાન સલાયા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસોજીના એ.એસ.આઈ. સજુભા હમીરજી જાડેજા તેમજ પોલીસ કોન્સ્ટેબલ હરદીપસિંહ જાડેજાને મળેલ સંયુક્ત ખાનગી બાતમીના આધારે સલાયા બંદર ઉપર માછીમારોને ગેરકાયદેસર લાઇટ ડીઝલ ઓઈલના બદલે અન્ય ભેળસેળ યુક્ત ડીઝલના વેચાણ થતું હોય એવી માહિતી મળી હોય જે અનુસંધાને સઘન ચેકીંગ કરતા સલાયામાં એક બોલેરો પીકપ જેમાં પાછળના ભાગે મોડીફાઈડ ટાંકો બનાવી અને તેમાં આ જ્વલનશીલ ગેરકાયદેસર પદાર્થ ઇંધણ ભરેલ એક ગાડી રોકી અને પૂછપરછ કરતા આ જથ્થો જામનગર જીઆઈડીસી વિસ્તારના પ્લોટ નંબર 25 તેમજ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ,કનસુમરા,અને જી.એસ.આર.એફ.સી. રિલાયન્સ કોમ્પલેસ્ક ખાતે આવેલ એક પેઢીમાંથી મળી કુલ 2400 લીટર જથ્થો ભરેલ હતો.

જેમાંથી સલાયા બંદરે જુદાજુદા માછીમારી કરતી ત્રણ બોટને 500 ,500 લીટર મળી કુલ1500 લીટર આ જથ્થો વેચાણ આપ્યો હતો.જે બાદ 900 લીટર જથ્થો આ બોલરોના પાછળના ધાતુના ટેન્કમાં ભરેલ બચ્યો હતો. જેથી આ શંકાસ્પદ ભેળસેળ યુક્ત જથ્થા વેચાણ બાબતે કાર્યવાહી કરવા માટે એસોજી ટીમ દ્વારા દ્વારકા જિલ્લા પુરવઠા અધિકારી કે.બી.સોલંકીને જાણ કરતા પુરવઠા અધિકારી તેમજ નાયબ મામલતદાર મનદીપસિંહ જાડેજા તેમની ટીમ સાથે આવેલ અને આ જ્વલનશીલ ગેરકાયદેસર જથ્થો વેચાણ અનધિકૃત હોય અને આ 900 લીટર જથ્થો શંકાસ્પદ હોય આ જથ્થામાંથી પૂથથકરણ માટે 3 સેમ્પલો લઈ અને મોકલી આપી બાકીનો જથ્થો અને મુદામાલ કબ્જે કરેલ છે. કુલ મુદામાલ રૂૂપિયા દસ લાખ તેર હજારનો થાય છે.જેને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આ સમગ્ર કામગીરી જીલ્લાના પૂરવઠા વિભાગ અને એસઓજી ટીમ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *