બેંકની લોન ચાલુ હોય અને ફાઇનાન્સવાળા મોટરસાઇકલ શોધતા હોવાથી કર્યું કારસ્તાન
વેરાવળમાં અલગ અલગ મોટર સાયકલમાં એક જ સરખી નંબર પ્લેટ લગાવી મોટર સાયકલ નંબર નો દુરુપયોગ કરતા એક શખ્સને પોલીસે પકડી પાડી પ્રાથમિક પૂછપરછમાં બેંકની લોન ચાલુ હોય અને ફાઇનાન્સ વાળા મોટર સાયકલ શોધતા હોય તેથી બેન્ક સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરવાના ઇરાદાથી ખોટી નંબર પ્લેટ ના સાચા તરીકે ઉપયોગ કરેલ હોવાનું જણાવેલ છે.
પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા, જિલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજા દ્વારા મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા માટે ખાસ સુચના આપતા એસ.ઓ.જી. ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.કાગડાના ની રાહબરી હેઠળ એ.એસ.આઇ. દેવદાનભાઈ કુંભરવાડીયા, ગોવિંદભાઈ રાઠોડ, મેરામણભાઇ શામળા, ભુપત ગીરી મેઘનાથી, પો.હેડ કોન્સ. વિપુલભાઇ ટીટીયા, પો.કોન્સ. કૈલાશ સિંહ બારડ, મહાવીરસિંહ જાડેજા, હિતેશભાઇ કામળીયા સહિતના સ્ટાફને પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે વેરાવળ ભોય સમાજ ની વાડી સામે દીપ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ નામની દુકાન પાસેથી આરોપી હસમુખ ઉર્ફે લાલાભાઇ કાનજીભાઈ ડોલરીયા ઉ.વ.44 રહે.વેરાવળ વાળાએ પોતાની સુઝુકી બર્ગમેન રજી. નં. GJ 32 AH 5586 વાળી મોટર સાયકલ ના રજી. નંબર પોતાના ભાણેજની ટીવીએસ જયુપીટર 125 માં લગાડી સાચા તરીકે ઉપયોગ કરતા બંને મોટર સાયકલ કબ્જે કરી ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ ગુન્હાનો આરોપી હસમુખ ડોલરીયા પોતાની સુઝુકી બર્ગમેન રજી. નં. GJ 32 AH 5586 વાળી ના રજી. નંબર પોતાના ભાણેજની ટીવીએસ જયુપીટર 125 કાળા કલરમાં લગાડી સાચા તરીકે ઉપયોગ કરી લોકોને તેમજ પોલીસ તથા આર.ટી.ઓ. ને ગુમરાહ કરવાના તથા ખોટી નંબર પ્લેટ લગાડી ટીવીએસ જ્યુપીટર માં બેન્ક ની લોન ચાલુ હોય અને ફાઇનાન્સ વાળા આ ગાડી શોધતા હોય તથા લોનના હપ્તા ન ભરવાના હેતુથી બેન્ક સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરવાના ઇરાદાથી ખોટી નંબર પ્લેટ ના સાચા તરીકે ઉપયોગ કરેલ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવેલ હોવાનું જણાવેલ છે.
