દીકરીના છૂટાછેડાની ના પાડતા પ્રૌઢ ઉપર હુમલો, કારમાં તોડફોડ

શહેરની ભાગોળે ભાવનગર હાઇવે પર સરધાર નજીક હોટલ પાસે રાજકોટના પ્રૌઢ ઉપર બે શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી કારમાં તોડફોડ કરી હતી. દીકરીના છૂટાછેડા…

શહેરની ભાગોળે ભાવનગર હાઇવે પર સરધાર નજીક હોટલ પાસે રાજકોટના પ્રૌઢ ઉપર બે શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી કારમાં તોડફોડ કરી હતી. દીકરીના છૂટાછેડા આપવાની ના પાડીયાનો ખાર રાખી હુમલો કર્યાનું જાણવા મળ્યુ છે.

જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા ગામે રોલેક્સ રોડ પર સુરભી પોસીબલ એપાર્ટમેન્ટમાં રહેતા ઘનશ્યામભાઇ ઉર્ફે બાબુભાઇ બાલાભાઇ ઢાકેચા (ઉ.વ.50)એ આજીડેમ પોલીસ મથકમાં નોધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સુભાષ આહીર અને અજીત આહીરના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમની વાડી સરધાર ગામ પાસે આવેલી હોય ગઇકાલે તેઓ સરધાર ગામે મકાનનુ કામ ચાલુ હોવાથી ત્યા ગયા હતા ત્યારે અજીત આહીરનો ફોન આવેલો અને કયાં છો તેમ પૂછતા તેમણે સરધાર હોવાનુ જણાવ્યુ હતુ બાદમા તેઓ પોતાની કાર લઇ રાજકોટ આવતા હતા ત્યારે રસ્તામાં સરધાર નજીક હોટલે ઉભા હતા ત્યારે બંને શખ્સો ધસી આવ્યા હતા અને લોખંડના પાઇપ વડે હુમલો કરી કારમાં તોડફોડ કરી નાશી છુટયા હતા. ઇજાગ્રસ્ત પ્રૌઢ ને 108 મારફત સારવાર માટે પ્રથમ સિવિલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાથમિક તપાસમાં ફરિયાદની દીકરી રીમાના લગ્ન ત્રણ વર્ષ પહેલા શાપર-વેરાવળ ખાતે કૃણાલ મુકેશ કાપડીયા સાથે થયા હતા. બે વર્ષ સાસરે રહ્યા બાદ મન મળે ન થતા એકાદ વર્ષ તેણી માવતરે આવી ગઇ હોય અને કોર્ટમાં ફેમેલી મેટર ચાલુ છે. તેની દીકરીના છૂટાછેડા બાબતે સામેવાળા અવાર નવાર ફોન કરતા હોય ફરિયાદી છૂટાછેડા આપવાની ના પાડતા હોય જેનો ખાર રાખી હુમલો કર્યાનું જાણવા મળ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *