જામનગરના મસીતિયા ગામેથી તમંચા સાથે શખ્સ ઝડપાયો

જામનગર જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો સામે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે દરમિયાન એલ.સી.બી.ની પોલીસ. ટિમને મોટી સફળતા મળી છે. મળતી માહિતી…

જામનગર જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો સામે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે દરમિયાન એલ.સી.બી.ની પોલીસ. ટિમને મોટી સફળતા મળી છે. મળતી માહિતી મુજબ, મસીતીયા ગામ ખાતે દરગાહ નજીકથી એક ઇસમને લાયસન્સ વગરના તમંચા સાથે ઝડપવામાં આવ્યો હતો. ઝડપાયેલ આરોપી બસીરભાઈ ઉર્ફે બસલો હોવાનું જાણવા મળ્યું છે. તેના પાસેથી રૂૂ. 10,000 કિંમતનો તમંચો કબજે કરવામાં આવ્યો છે. અને આરોપી સામે હથિયારધારા ભંગ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ સૂત્રો મુજબ, આ હથિયાર મધ્યપ્રદેશના દતિયા જિલ્લાના વતની મનોજ નામના શખ્સ દ્વારા સપ્લાય કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે આ હથિયાર સપ્લાય કરનાર વ્યક્તિને પકડવા માટે કાર્યવાહી ચાલુ છે, જે મધ્યપ્રદેશનો હોવાનું સામે આવ્યું હોવાથી તપાસનો દર મધ્યપ્રદેશ સુધી લંબાવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *