નાગેશ્વરમાં રિક્ષામાંથી 47 બોટલ દારૂ સાથે શખ્સની ધરપકડ

જામનગરમાં નાગેશ્વર વિસ્તારમાં કોળી સમાજની વાડી પાસે રહેતા એક શખ્સના રિક્ષાની પોલીસે તલાશી લેતાં રિક્ષામાંથી ઈંગ્લીશ દારૂૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે દારૂૂ…


જામનગરમાં નાગેશ્વર વિસ્તારમાં કોળી સમાજની વાડી પાસે રહેતા એક શખ્સના રિક્ષાની પોલીસે તલાશી લેતાં રિક્ષામાંથી ઈંગ્લીશ દારૂૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે દારૂૂ તેમજ રિક્ષા સાથે આરોપીની અટકાયત કરી છે. જ્યારે દારૂૂનો જથ્થો સપ્લાય કરનાર શખ્સને ફરારી જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી મુજબ જામનગરમાં નાગેશ્વર કોલોનીમાં આવેલ નાગેશ્વર પાર્કમાં કોળી સમાજની વાડી પાસે રહેતો કેતન ભીખુભાઈ ઢાપા નામના શખ્સે પોતાની જીજે10 ટીજે 1888 નંબરની ઓટોરિક્ષામાં ઈંગ્લીશ દારૂૂ સંતાડયો હોવાની બાતમી પોલીસને મળી હતી. આથી સ્થળ પર જઈ રિક્ષાની તલાશી લેતાં તેમાંથી રૂૂપિયા ર3,પ00ની કિંમતની 47 બોટલ ઈંગ્લીશ દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે દારૂૂનો જથ્થો તેમજ રિક્ષા સહિત કુલ રૂૂપિયા 1,73,પ00નો મુદામાલ કબ્જે કરી આરોપી કેતન ઢાપાની અટકાયત કરી છે. તેની પૂછપરછમાં આ જથ્થો વિમલ નામના શખ્સે સપ્લાય કર્યો હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે સપ્લાયર વિમલ નામના આરોપીને ફરારી જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *