સુરેન્દ્રનગર SOGએ ધ્રાંગધ્રાની કલ્પના ચોકડી પાસેથી 1 કિલો 890 ગ્રામ સૂકા ગાંજા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત ₹94,500 આંકવામાં આવી છે. આરોપી પાસેથી કુલ ₹1,04,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં NDPS ગુનાઓ શોધી કાઢવા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત SOG PIબી.એચ. શીંગરખીયાને ચોક્કસ બાતમી મળી હતી.
બાતમી મુજબ, ધ્રાંગધ્રા કલ્પના ચોકડીથી બાયપાસ રેલ્વે ફાટક આગળ માર્કેટિંગ યાર્ડ સામે આવેલી બંધ કેબિન પાસે હુશૈન ઉર્ફે લાલો જીવાભાઈ પટેલ (ઉં.30, રહે. કબ્રસ્તાન પાસે, પુલ નીચે, ધ્રાંગધ્રા) ગેરકાયદેસર સૂકા ગાંજાનો જથ્થો વેચાણ માટે લાવ્યો હતો. SOG ટીમે દરોડો પાડી તેને ઝડપી લીધો હતો.
આરોપી હુશૈન ઉર્ફે લાલો પટેલ પાસેથી 1 કિલો 890 ગ્રામ સૂકો ગાંજો (કિંમત ₹94,500) અને બે મોબાઈલ ફોન (કિંમત ₹10,000) મળી કુલ ₹1,04,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપીની ધરપકડ કરી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરીમાં PIબી.એચ. શીંગરખીયા, PSI એન.એ. રાયમા, PSI આર.જે. ગોહિલ, ASI અનિરૂૂધ્ધસિંહ મહિપતસિંહ, HC અશ્વિનભાઇ ઠારણભાઇ, HC અનિરૂૂધ્ધસિંહ અભેસંગભાઇ ખેર, HC અરવીંદસિંહ દિલુભા, HC અમરકુમાર કનુભા, PC મહાવિરસિંહ જોરૂૂભા રાઠોડ, PC કુલદિપસિંહ સામંતસિંહ ગોહીલ, PC સાહીલભાઇ મહમદભાઇ સેલત, PC મીતભાઇ દિલીપભાઇ, PC વિશાલભાઇ જોષી, ડ્રા.PC બલભદ્રસિંહ નરેન્દ્રસિંહ રાણા અને ડ્રા.HC જગમાલભાઇ અંબારામભાઇ મેટાલીયા સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા.
