ત્રાકુડા ગામે 21 હજારની રોકડ ભરેલ ઝબલુ ઉઠાવી જનાર શખ્સની ધરપકડ

ગોંડલ તાલુકા ત્રાકુડા ગામે ખેતલા આપા હોટેલ પાસે ડૈયા ગામના ખેડૂતના 21 હજારની રોકડ ભરેલ ઝબલું પડી ગયું હોય જે ઉઠવી જનાર શખ્સને પોલીસ શોધી…

ગોંડલ તાલુકા ત્રાકુડા ગામે ખેતલા આપા હોટેલ પાસે ડૈયા ગામના ખેડૂતના 21 હજારની રોકડ ભરેલ ઝબલું પડી ગયું હોય જે ઉઠવી જનાર શખ્સને પોલીસ શોધી કાઢી તેની સામે કાયવાહી કરી ધરપકડ કરી ખેડૂતને તેની રોકડ રકમ પરત અપાવી હતી.

મળતી વિગતો મુજબ ગોંડલના ડૈયા ગામે રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા વીપુલભાઈ ભાયાભાઈ ગમારા (ઉ.વ.36)એ પોલીસ સ્ટેશન રૂૂબરૂૂ આવીને જાહેરાત કરેલ કે, તેઓ ગઈ કાલે 21/07/2025 ના બપોરે આશરે ચારેક વાગ્યે ત્રાકુડા ગામ પાસે આવેલ ખેતલા આપા હોટેલ ખાતે ચા પીવા ગયેલ ત્યારે તેઓના પેન્ટના ખીસ્સામાં પ્લાસ્ટીકના કાળા ઝબલામાં રહેલ રૂૂ.21,000 પડી ગયેલ છે. જે જાહેરાતના આધારે ગોંડલ તાલુકા પોલીસની ટીમ દ્વારા સીસીટીવી ફુટેજ તપાસ કરતા એક અજાણ્યો માણસ પ્લાસ્ટીકનું કાળુ ઝબલુ જે જમીન પર પડેલ હતુ તે લઈને પોતાના ખીસ્સામાં નાખી પોતાનું બાઈક લઈને ત્યાંથી જતા દેખાઈ છે.

આથી આ બાઈકના નં.જીજે -03-ડીસી-1020 હોય જેના આધારે તપાસ કરતા જેતપુરના મેવાસા ગામના અલ્પેશભાઈ ઉર્ફે યોગેશભાઈ ભનુભાઈને ડોબરીયાની ધરપકડ કરી પુછપરછ કરતા તેણે જણાવેલ કે તેઓ ગઈ કાલે ગોંડલથી મેવાસા ગામ ખાતે જતા હતા તે દરમ્યાન વરસાદ આવતો હતો, જેથી તેઓ ત્રાકુડા ગામે ખેતલા આપા હોટેલ ખાતે ઉભા રહેલ અને ત્યાં બાકડા નીચે એક પ્લાસ્ટીકનું ઝબલુ પડેલ હતું જે લઈને પોતાના ખીસ્સામાં નાખી દીધેલ અને ત્યાંથી નીકળી ગયેલ. બાદ ઘરે જઈને જોતા તે ઝબલામાં રોકડ રૂૂ.21,000 હતા જે ઝબલુ પોતે હાલ તેમની પાસે રહેલ મોટરસાયકલની ડેકીમાં રાખેલ હોવાનું જણાવતા હોય તેની વિરૂૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે. ગોંડલ તાલુકા પોલીસ મથકના પી.આઈ એ.ડી.પરમાર સાથે રૂૂપકભાઇ બોહરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મયુરધ્વજસિંહ રાણા, રવિરાજસિંહ વાળા, રણજીતભાઇ ધાધલ, જયદિપભાઇ ધાધલ,ભગીરથભાઇ વાળા, પૃથ્વીરાજસિંહ ડોડીયા, ભરતભાઇ ગમારાએ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *