રૂા.1.58 લાખ ને ચડત વ્યાજની વસુલાત માટે કબજો લેવાયો
રાજકોટ કલેકટર પ્રભવ જોશી સાહેબ અને પ્રાંત અધિકારી રાજકોટ શહેર -1 ના માર્ગદર્શન હેઠળ મામલતદાર એસ. જે. ચાવડા, રાજકોટ શહેર(પૂર્વ) ની સૂચના મુજબ સત્યમ શેરસીયા, સર્કલ ઓફિસર દ્વારા ઘી સિક્યુરાઈઝેન એક્ટ હેઠળ મિલકત નો કબ્જો લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પિરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા મુસ્તાકભાઈ મહંમદભાઈ હેમનાણી અને રેશમાબેન મુસ્તાકભાઈ હેમનાણી ની રાજકોટ શહેરના દૂધસાગર રોડ ઉપર વોર્ડ નંબર 12 સીટી સર્વે નંબર 4778, રાજકોટના રેવન્યુ સર્વે નંબર 172 પૈકી, ટીપી સ્કીમ નંબર 7, ઓરીજનલ પ્લોટ નંબર 82, ફાઇનલ પ્લોટ નંબર 19ની જમીન ચો.મી. 752.7 ઉપર આવેલ રબ્બાની કોમ્પલેક્ષ નામની બિલ્ડીંગના ત્રીજા માળ ઉપર આવેલ ફ્લેટ નંબર 218 કે જેનો બિલ્ટઅપ એરીયા ચો.મી.આ. 48.20 સુપર બિલ્ટઅપ એરીયા ચો.મી.આ. 66-62 ક્ષેત્રફળવાળા ફ્લેટ કે જે રજીસ્ટર વેચાણ દસ્તાવેજ અનુક્રમ નંબર.-16751, તા. 01-11-2007 થી મુસ્તાકભાઈ મહંમદભાઈ હેમનાણીના નામે આવેલ છે તે મિલકત કબજો તારીખ:-26/12/2024 ના રોજ ઘી સિક્યુરાઈઝેન એક્ટ હેઠળ મિલકત નો કબ્જો લઈ પિરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ ના અધિકૃત અધિકારીને કબજો સોપવામાં આવ્યો. મિલકત ઉપર તા. 31/03/2016 સુધીની બાકી પડતી લહેણી રકમ રૂૂ. 1,58,360 પૈસા અને ત્યારબાદના ચડત વ્યાજની રકમની વસુલાત માટે કબજો લેવામાં આવ્યો.આ મહિનામાં આ ત્રીજો કબજો લેવામાં આવ્યો હતો.