એક કરોડ રૂપિયાનું મામેરું ભરી માતા-પિતાને આપેલું વચન નિભાવ્યું
NRI મામાએ એક કરોડનો મામેરું ભર્યું છે. 10 માર્ચના રોજ નિભાવવામાં આવેલી વિધિ દરમિયાન રોકડ ઉપરાંત લગભગ 21 લાખની જ્વેલરી સાથે કપડાં અને અન્ય ભેટો પણ આપવામાં આવી છે. આ આખો મામલો સીકરના કુંડલપુરનો છે. રાનોલી વિસ્તારની ભરથાવાળી કોઠીનો યાદવ પરિવાર પરંપરાગત રીતિ-રિવાજો અનુસાર બહેન મોહિની દેવીના ઘરે (કુંડલપુર) મામેરું લઈને પહોંચ્યો હતો. પરિવાર સહિત દુબઈમાં રહેતા કૈલાશ યાદવે મામેરું ભર્યું. આ દરમિયાન કૈલાશના મોટા ભાઈ નારાયણ યાદવ અને નાના ભાઈ છોટેલાલ યાદવ પણ હાજર રહ્યા. કુંડલપુરના રહેવાસી ડો. મનોજના લગ્ન બાય (ઝુનઝુનુ)ની ડો. અંજલિ સાથે 11 માર્ચના રોજ થયા હતા. ડો. મનોજના ત્રણ મામા (કૈલાશ, નારાયણ, છોટેલાલ) છે.
વરરાજાના મામા કૈલાશ યાદવે જણાવ્યું કે, મામેરામાં 51 લાખ રૂૂપિયા રોકડા, લગભગ 21 લાખ રૂૂપિયાની જ્વેલરી સાથે કપડાં અને અન્ય ભેટો આપવામાં આવી. કુલ મળીને એક કરોડ રૂૂપિયાની આસપાસનું મામેરું ભરવામાં આવ્યું છે. વરરાજાના પિતા મદન ખાતોડિયાની પલસાણામાં કપડાની દુકાન છે. મામેરામાં 500-500 રૂૂપિયાની નોટના 102 બંડલ આપવામાં આવ્યા.
ડો. મનોજના મામાનો પરિવાર રાનોલીની તનમાં ભરથાવાળી કોઠીનો રહેવાસી છે. સૌથી મોટા મામા નારાયણ યાદવ અને સૌથી નાના મામા છોટેલાલ યાદવ ગામમાં રહે છે. બીજા નંબરના મામા કૈલાશ યાદવ પરિવાર સહિત દુબઈમાં રહે છે. કૈલાશ અને છોટેલાલ પ્રોપર્ટી ડીલર છે. કૈલાશ યાદવે કહ્યું- માતા-પિતાને વચન આપ્યું હતું કે બહેનો માટે ક્ષમતાથી વધુ સહયોગ કરીશું. ભાણેજ/ભાણીના લગ્નમાં સારું મામેરું ભરવું એ ભાઈઓની સામૂહિક વિચારસરણી હતી. બહેન મોહિની દેવીએ ત્રણેય ભાઈઓને ખૂબ સ્નેહ આપ્યો.
વરરાજાના પિતા મદન ખાતોડિયાએ કહ્યું કે આ મામા-ભાણેજ અને બહેન-ભાઈના પ્રેમનું પ્રતીક છે. બદલાતા સમયમાં બહેન-દીકરીઓને છોકરાઓ કરતાં વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. આ સમાજ માટે સકારાત્મક વિચાર છે.
બહેનના બાળકોના લગ્ન થવા પર મોસાળ પક્ષ તરફથી મામેરું ભરવામાં આવે છે. તેને સામાન્ય બોલચાલની ભાષામાં ભાત પણ કહે છે. આ વિધિમાં મોસાળ પક્ષ તરફથી બહેનના બાળકો માટે કપડાં, ઘરેણાં, રૂૂપિયા અને અન્ય સામાન આપવામાં આવે છે. તેમાં બહેનના સાસરી પક્ષના લોકો માટે પણ કપડાં અને ઝવેરાત વગેરે હોય છે.
