ભાવિ ભરથાર સાથે વાત કરવા બાબતે યુવતીને ધમકી આપી પુરુષમિત્રએ કારમાં તોડફોડ કરી

રાજકોટ શહેરના સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે ટીટેનિયમ બિલ્ડીંગમાં રહેતા રોશનીબેન દીલીપભાઈ ચુડાસમા (ઉંમર વર્ષ 22), જેઓ પોતાના ભાભીના ભાઈ આકાશ જેસીંગભાઈ મકવાણાને ધરમનગર આવાસ યોજના પાસે…

રાજકોટ શહેરના સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે ટીટેનિયમ બિલ્ડીંગમાં રહેતા રોશનીબેન દીલીપભાઈ ચુડાસમા (ઉંમર વર્ષ 22), જેઓ પોતાના ભાભીના ભાઈ આકાશ જેસીંગભાઈ મકવાણાને ધરમનગર આવાસ યોજના પાસે મળવા ગયા હતા.

આકાશ સાથે રોશનીબેનની સગાઈની વાતચીત ચાલી રહી છે. મુલાકાત પૂર્ણ કર્યા બાદ જ્યારે આકાશ પોતાની ફોર્ડ એન્ડોવર ફોરવ્હીલર ગાડી પાર્ક કરેલી જગ્યાએથી લેવા માટે ગયા અને રોશનીબેન ક્વાર્ટર નીચે ઊભા હતા, ત્યારે ત્યાં આરોપી આર્યન મનીષભાઈ ચૌહાણ આવી ચડ્યો હતો.

આરોપી આર્યન ચૌહાણ, જે ગાંધીગ્રામ મેઈન રોડ પર નાણાવટી ચોક પાસે રહે છે, તેની રોશનીબેન સાથે અગાઉ મિત્રતા હતી. આકાશ સાથે રોશનીબેનને જોઈને આર્યન એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે સવાલ કર્યો હતો કે ’તુ કેમ આ ફોરવ્હીલર વાળા સાથે જાશ’. જ્યારે રોશનીબેને સ્પષ્ટ કર્યું કે તેમની આકાશ સાથે સગાઈ થવાની છે અને હવેથી તેમની સાથે કોઈ વાત ન રાખે, ત્યારે આરોપીએ બેફામ ગાળો આપવાનું શરૂૂ કરી દીધું હતું. આ દરમિયાન આકાશ ગાડી લઈને ત્યાં આવી પહોંચતા, આર્યને પોતાની પાસે રહેલી છરી કાઢીને આકાશની ફોર્ડ એન્ડોવર ગાડીના આગળના કાચ તેમજ જમણી બાજુના આગળ-પાછળના દરવાજા પર ઘા મારીને ગાડીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.

હુમલા દરમિયાન આકાશ પોતાની ગાડી લઈને ત્યાંથી આગળ નીકળી જવામાં સફળ રહ્યો હતો. ત્યારબાદ આરોપી આર્યને રોશનીબેનને ગંભીર ધમકી આપતા જણાવ્યું હતું કે, જો તે ભવિષ્યમાં આકાશ સાથે વાત કરશે કે સગાઈ કરશે તો તે બંનેને જાનથી મારી નાખશે. આ ધમકી આપ્યા બાદ આરોપી ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. બનાવ અંગે રોશનીબેને પોતાના પિતા દીલીપભાઈને જાણ કરી હતી અને આકાશ સાથે પોલીસ મથકે પહોંચીને વિધિવત ફરિયાદ નોંધાવી હતી.

આ બનાવ અંગે ગાંધીગ્રામ-2 પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જે.એચ. જાડેજાએ ગુનો દાખલ કર્યો છે. પોલીસ દ્વારા આરોપી આર્યન મનીષભાઈ ચૌહાણ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ની કલમ 352, 351(3), 324(2) અને જી.પી. એક્ટની કલમ 135 (હથિયારબંધી જાહેરનામાનો ભંગ) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *