મેલેરિયા-ટાઇફોઈડ ગાયબ, કમળાએ દેખા દીધી

શહેરમાં શરદી-ઉધરસ-તાવના અઠવાડિયામાં 2800થી વધુ કેસ, ઝાડા-ઊલટીના પણ 242 દર્દી રાજકોટ શહેરમાં ડબલઋતુ જેવી સિજનના કારણે તાવ-શરદી-ઉઘરસ અને ઝાડા-ઉલ્ટીનો રોગચાળો વકર્યો હોય તેમ છેલ્લા એક…

શહેરમાં શરદી-ઉધરસ-તાવના અઠવાડિયામાં 2800થી વધુ કેસ, ઝાડા-ઊલટીના પણ 242 દર્દી

રાજકોટ શહેરમાં ડબલઋતુ જેવી સિજનના કારણે તાવ-શરદી-ઉઘરસ અને ઝાડા-ઉલ્ટીનો રોગચાળો વકર્યો હોય તેમ છેલ્લા એક અઠવાડીયામાં મહાફનગર પાલિકાના ચોપડે શરદી-ઉઘરસના 1083 અને તાવના 725 મળી કુલ 2800થી વધુ કેસ નોંધાયા છે. જયારે ઝાડા-ઉલ્ટીના પણ 242 કેસ નોંધાયા છે. જો કે, સરકારી ચોપટે નહીં નોધાયેલા તાવ-શરદી-ઉઘરસના કેસોની સંખ્યા અનેકગણી વધારે છે.

આ અઠવાડીયે મેલેરિયા-ડેન્ગ્યુ ચિકનગુનિયા કે ટાઇફોડના એક પણ કેસ મહાનગરપાલિકાના ચોપડે નોંધાયા નથી પરંતુ કમળાના બે કેસ નોંધાયા છે. રોગચાળાની સીજનમાં મચ્છરોની ઉત્પતિ સબબ 168 રહેણાંક અને 26 કોમર્શિયલ આસામીઓને નોટીસો આપવામાં આવી છે.

આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.05/01/2026 થી તા.11/01/2026 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 17342 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 603 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.

મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 296 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂથલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 168 અને કોર્મશીયલ 29 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *