રાજકોટના શાપરમાં વેરાવળમાં લૂંટની મોટી ઘટના: વૃદ્ધને બંધક બનાવી કરોડોની ચોરી

  રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ વિસ્તારમાં લૂંટની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સોએ એક વૃદ્ધને બંધક બનાવી તેમના ઘરમાંથી રોકડ રકમ અને સોનાના દાગીનાની…

 

રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ વિસ્તારમાં લૂંટની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સોએ એક વૃદ્ધને બંધક બનાવી તેમના ઘરમાંથી રોકડ રકમ અને સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી. પ્રાથમિક માહિતી અનુસાર લૂંટનો આંકડો 2 કરોડ રૂપિયાથી વધુ હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે

પ્રાથમિક વિગતો મુજબ 77 વર્ષીય વિજેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાને ગઇકાલે(19 જૂન) રાત્રે 1 વાગ્યાની આસપાસ બંધક બનાવી 2.47 કરોડ રોકડા તેમજ 5થી 7 તોલા સોના સહિતની લૂંટ કરી 5થી 7 જેટલા બુકાનીધારી શખસો ફરાર થઈ ગયા છે.

લૂંટારુઓએ ઘરમાંથી 2.47 કરોડ રૂપિયા રોકડા અને આશરે 5થી 7 તોલા સોનાના દાગીનાની ચોરી કરી છે. ભોગ બનનાર જાડેજા પરિવાર ખેતી, પેટ્રોલ પંપ તેમજ પ્લોટિંગના મોટા વ્યવસાય સાથે સંકળાયેલો છે, જેથી ઘરમાં આટલી મોટી રકમ રાખવામાં આવી હોવાનું મનાય છે.

આ ઘટનાની જાણ થતાં જ રાજકોટ ગ્રામ્ય પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. એલસીબી, સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરાઈ છે. બનાવ સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *