SMCમાં મોટા ફેરફારો, 7 પીએસઆઇની બદલી, રાજકોટના ત્રણ સહિત 13ને પોસ્ટીંગ

રાજ્યભરમાં ચાલતી ગેરકાયેદસરની પ્રવૃતિને અંકુશમાં રાખવા જેના માથે મહત્વની જવાબદારી છે તે સ્ટેટ મોનીટરીંગ સેલ (એસએમસી)માં નવા બે પીઆઇ અને 13 પીએસઆઇને પોસ્ટીંગ આપવામાં આવી…

રાજ્યભરમાં ચાલતી ગેરકાયેદસરની પ્રવૃતિને અંકુશમાં રાખવા જેના માથે મહત્વની જવાબદારી છે તે સ્ટેટ મોનીટરીંગ સેલ (એસએમસી)માં નવા બે પીઆઇ અને 13 પીએસઆઇને પોસ્ટીંગ આપવામાં આવી છે. જ્યારે 7 પીએસઆઇ, એક એએસઆઇ અને એક કોન્સ્ટેબલને પરત તેમના મુળ સ્થાને બદલી કરવામાં આવી છે. સ્ટેટ મોનીટરીંગ સેલમાં મુકાયેલા 13 નવા પીએસઆઇમાં રાજકોટ ગ્રામ્યના 3 પીએસઆઇને પોસ્ટીંગ અપાઇ છે. રાજ્યભરમાં સ્ટેટ મોનીટરીંગ સેલ કોઇપણ સ્થળે દરોડા પાડે છે. પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત સ્ટેટ મોનીટરીંગ સેલમાં મોટાપાયે ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં સ્ટેટ મોનીટરીંગ સેલમાં ફરજ બજાવતા સાત પીએસઆઇને પરત તેમના મુળ મહેકમ ખાતે મુકવામાં આવ્યા છે.

તેમાં જે.ડી.બારોટને ભાવનગર, મહિલા પીએસઆઇ કે.ડી.જાદવને સુરેન્દ્રનગર, ડી.ઝેડ.રાઠવાને પશ્ર્ચિમ કચ્છ-ભુજ, ડી.વી. ચિત્રાને અમદાવાદ ગ્રામ્ય, એમ.વી.ચાવડાને આણંદ, એસ.વી.ગોસ્વામીને ખેડા, આઇ.એસ.રબારીને બોટાદ જ્યારે એ.એસ.આઇ. વિજયસિંહ જગત સિંહ વાઘેલાને અમદાવાદ વિભાગ, કોન્સ્ટેબલ પ્રહલાદભાઇ પોપટભાઇને નવસારી પરત મુકવાનો હુકમ ર્ક્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલમાં નવા મુકાયેલા બે પીઆઇમાં દેવભૂમિ દ્વારકાના ટી. પી. ભટ અને ભરૂચના આર. કે. કરમટા ઉપરાંત 13 પીએસઆઇની નિમણુંક કરવામાં આવી છે. જેમાં રાજકોટ ગ્રામ્યના એસ.વી.ગળચર, એસ. એસ.ગઢવી અને એલ.ડી.મેતા ઉપરાંત આણંદના એચ.એ. રિષિન, ખેડાના જે.એમ.પઢીયાર, એન.જે.પંચાલ અને મહિલા પીએસઆઇ વી.એ.શેખ ઉપરાંત ગાંધીનગરના વી.કે.રાઠોડ, સાબરકાંઠાના વી.આર.ચૌહાણ, વડોદરા ગ્રામ્યના આર.બી.વનાર ઉપરાંત સુરેન્દ્રન ગરના મહિલા પીએસઆઇ કે. એચ. ઝનકાત, પંચમ હાલના પીએસઆઇ આર. એસ. દેવરે અને સુરતના એસ. એચ. બરોટનો સમાવેશ થાય છે. સ્ટેટ મોનીટરીંગ સેલને વધુ મજબુત બનાવવા માટે અને છેલ્લા ઘણા વખતથી એસએમસીમાં ફરજ બજાવતા જુના કર્મચારીઓના સ્થાને નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *