સાયબર ક્રાઈમના જે.એમ. કૈલાને માલવિયાનગર, જૂનાગઢથી આવેલા મહિલા પીઆઈ હર્ષાબા ગઢવીને ગાંધીગ્રામમાં પોસ્ટિંગ
ગુજરાત રાજ્યમાં પોલીસ વિભાગમાં તાજેતરમાં મોટા પાયે બદલીઓનો દોર જોવા મળ્યો હતો, જેમાં 772 પી.આઈની બદલી કરવામાં આવી હતી. આ બદલીમાં રાજકોટ શહેરમાં પણ 12 નવા પી.આઈને મુકાયા હોય ત્યારે નવા પી.આઈ રાજકોટ શહેર પોલીસમાં હાજર થયા બાદ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા શહેર પોલીસ વિભાગમાં મહત્વના ફેરફાર કર્યા છે. જેમાં 12 નવા પી.આઈને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ આપ્યું છે, સાથે જ શહેરમાં ફરજ બજાવતા 7 પી.આઈની આંતરિક બદલી કરવામાં આવી છે.
રાજકોટ શહેરમાં બહારના જિલ્લાઓમાંથી બદલી થઈને આવેલા 12 પી.આઈને અલગ અલગ પોલીસ મથકો અને શાખાઓમાં પોસ્ટીંગ અપાયું છે. જેમાં ખેડાથી આવેલ જે.વી. વાઢિયને એ-ડિવિઝન પોલીસ , તાપીથી આવેલ એસ.પી. સોઢાને થોરાળા પોલીસ મથક, દેવભૂમિ દ્વારકાથી આવેલ મનિષ મકવાણાને પ્રદ્યુમન નગર સ્ટેશન, સુરતથી આવેલ જે.એમ.હળવદીયાને ટ્રાફિક શાખા, દેવભૂમિ દ્વારકાથી આવેલ કે.કે. ગોહિલને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ, વડોદરાથી આવેલ જયદીપસિંહ પરમારને ભક્તિનગર પોલીસ મથક, સુરતથી આવેલ એમ. બી વાછાણીને લાયસન્સ બ્રાન્ચ, ભરૂૂચથી આવેલ એસ. ડી. કુલતરીયાને સાયબર ક્રાઈમ,જૂનાગઢથી આવેલ હર્ષાબા ગઢવીને ગાંધીગ્રામ પોલીસ મથક, સોથ ચોકીથી આવેલા આર.ડી.પરમારને એમ.ઓ.બી, ગીર સોમનાથથી આવેલ મહિલા પી.આઈ અનસુયાબેન વરચંદને સ્પેશિયલ બ્રાન્ચ, પંચમહાલથી આવેલ શીતલબેન ભૂતીયાને મહિલા પોલીસ મથકમાં પોસ્ટીંગ આપવામાં આવ્યું છે.
જયારે શહેરમાં શહેરના અલગ અલગ પોલીસ મથકમાં 7 પી.આઈ ની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં સાયબર ક્રાઈમના પી.આઈ જે. એમ. કૈલાને માલવિયા નગર પોલીસ મથકમાં, પી.આઈ એસ.આર. મેઘાણીને ગાંધીગ્રામ થી તાલુકા પોલીસ મથક, પી.આઈ એચ.એન. પટેલને યુનિવર્સિટી થી આજીડેમ પોલીસ મથક, પી.આઈ ડી.એમ. હરિપરાને તાલુકા થી સાયબર (ફર્સ્ટ) પી.આઈ તરીકે તેમજ પી.આઈ વી.આર. વસાવાને પ્ર.નગર થી કુવાડવા પોલીસ મથક , પી.આઈ જી.આર. ચૌહાણને સ્પેશિયલ બ્રાન્ચ થી બી-ડિવિઝન પોલીસ સ્ટેશન, રીડર શાખા પી.આઈ કે.પી. તરેટિયાને એરપોર્ટ પોલીસ મથકમાં બદલી કરવામાં આવી છે.
પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવેલી આ બદલીઓ પાછળનો મુખ્ય હેતુ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવાનો તેમજ વહીવટી પ્રક્રિયામાં નવી ઊર્જા લાવવાનો છે. ખાસ કરીને સાયબર ક્રાઈમ, ટ્રાફિક અને મહિલા સુરક્ષા જેવી મહત્વની શાખાઓમાં અનુભવી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આગામી દિવસોમાં હજુ પણ બદલી પામી હાજર થનાર નવા પી.આઈને પોસ્ટીંગ આપશે જેથી પોલીસ બેડામાં હજુ પણ નવા ફેરફારોથી થશે.
