Uncategorized
UPમાં મોટી દુર્ઘટના ટળી/ હિમગિરી એક્સપ્રેસની બોગીમાં લાગી આગ, મુસાફરોમાં અફડાતફડી મચતા થઈ સામાન્ય ઈજા
હિમગીરી એક્સપ્રેસ ટ્રેનની એક બોગીના બ્રેક વાઇન્ડિંગમાં બ્રેક – શૂ જામ થવાને કારણે આગ લાગી હતી. બોગીમાં ધુમાડો પ્રવેશતા જ મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો. ખેતરોમાં કામ કરતા ખેડૂતોની સૂચનાથી ટેકનિશિયનની ટીમે વોકી ટોકી દ્વારા ડ્રાઈવરને જાણ કરીને ટ્રેનને રોકી હતી અને તમામ મુસાફરોને બહાર કાઢ્યા હતા અને ટીમે ટ્રેનમાં હાજર ફાયર સિલિન્ડર વડે આગને કાબુમાં લીધી હતી.
આ આગ લાગવાની માહિતી મળતાં જ નગીના રેલવે સ્ટેશન પર ટ્રેનને રોકી દેવામાં આવી હતી જ્યાં હાજર ફાયર ટીમ અને ટેકનિશિયન ટીમે બ્રેક શૂઝની તપાસ કરી ટ્રેનને મુરાદાબાદ રવાના કરી હતી.
અચાનક ચીસો પાડવા ખેડૂતો
જમ્મુતવીથી હાવડા (12332-ડાઉન) જતી હિમગીરી એક્સપ્રેસ ટ્રેન નજીબાબાદ રેલ્વે સ્ટેશનથી નીકળીને નગીન રેલ્વે સ્ટેશનથી લગભગ 5 કિલોમીટર પહેલા ખુશહાલપુર મઠેરી રેલવે ક્રોસિંગના પીલર નંબર 1478/31 પાસે 10:28 કલાકે પહોંચી ત્યારે રેલવે ટ્રેક પાસે ખેતરોમાં કામ કરી રહેલ ખેડૂતોએ ટ્રેનની બોગી નંબર S-5ની નીચેથી ઘૂમાડો નિકળતા જોતા હાથ ઉઠાવી જોર જોરથી ચીસો પાડવા લાગ્યા.
અવાજ સાંભળીને ફાટક પર હાજર ગેટમેન પુનીત કુમારે તરત જ સ્ટેશન માસ્તરને નેટ આપી અને ટ્રેનની અંદર હાજર ટેકનિશિયન ટીમે ખેડૂતોનો સિગ્નલ જોઈને તરત જ વોકી ટોકી પર ડ્રાઈવરને જાણ કરી અને ટ્રેનને રોકી દીધી. અને રેલવે ક્રોસિંગ પર તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા.
મુસાફરોમાં અફરાતફડી મચતા અનેકને નાની-મોટી ઈજાઓ થઈ
આગના કારણે ગભરાટના કારણે કેટલાક મુસાફરોને બોગીમાંથી નીચે ઉતરતી વખતે સામાન્ય ઈજાઓ પણ થઈ હતી. હિમગીરી ટ્રેનમાં હાજર ટેકનિશિયન ટીમના મુકુલ કુમાર, લલ્લન કુમાર, ગન બહાદુર, ટી જાને તત્પરતા બતાવી. ટ્રેનમાં હાજર અગ્નિશામક સિલિન્ડરોની મદદથી બોગીની નીચે બંને બાજુના બ્રેક વિન્ડિંગ્સમાં લાગેલી આગ 30 મિનિટની મહેનત બાદ ઓલવાઈ ગઈ હતી.
Uncategorized
શહેર-જિલ્લામાં દારૂ વેચનારાઓ પર પોલીસની ધોંસ
આઠ દરોડામાં ઈંગ્લિશ દારૂની નાની મોટી 11પ બાટલી ઝડપાઈ: નવ શખ્સોની અટકાયત
જામનગર શહેર તેમજ જિલ્લામાં પોલીસે જુદા જુદા 8 સ્થળોએ દારૂ અંગેના દરોડા પાડી કુલ ઈંગ્લીશ દારૂની નાની મોટી 11પ બોટલ કબજે કરી છે અને આઠ જેટલા શખ્સોની મુદામાલ સાથે ધરપકડ કરી છે.
જામનગર સીટી એ ડિવિઝન પોલીસે દિગ્વિજય પ્લોટ શેરી નંબર 42 માં રજા મેન્શન પાસે રહેણાંક મકાનમાં રેડ પડી હતી. આ દરમિયાન યોગેશ્વર રમણીકલાલ વિઠલાણીના રહેણાંક મકાનમાંથી 3500ની કિંમતની 7 બોટલ તથા 31 ચપલા દારૂ સહિત 6600નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેને પગલે પોલીસે વધુ તપાસ કરતા અશોક ઉર્ફે મિર્ચી ખટાઉભાઈ મંગે નામના શખ્સનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વધુમાં દારૂની બાતમીના આધારે સીટી એ ડિવિઝન પોલીસે કિસાન ચોકમાં આવેલ માલદે ભુવન શેરી નંબર ત્રણમાં રેડ પાડી હતી. આ વેળાએ 12000 ની કિંમતની 24 બોટલ દારૂના જથ્થા સાથે નીકળેલ કરણ ગુલાબભાઈ ડાભી નામના કોડીના દંગા પાસે સોનલ નગર મેઈન રોડ સર્કલ જામનગરમાં રહેતા શખ્સને પકડી પાડ્યો હતો.
આ ઉપરાંત પોલીસે દારૂ સંબંધીત વધુ એક દરોડો કિસાન ચોકમાં નંદા બ્રધર્સ વાળી ગલીમાં પાડ્યો હતો. જ્યાં રવિ અમરીશભાઈ ધેયડા નામના શખ્સના કબજામાંથી 24 બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધી હતો.પોલીસે 12 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી આદરી છે. આ ઉપરાંત જામનગર શહેરના વિશ્રામ વાડી વિસ્તારમાં રહેતા ક્રિષ્ના ઉર્ફે એકો મહેન્દ્ર ગોરી ના રહેણાંક મકાનમાંથી એક બોટલ દારૂ મળી આવ્યો હતો. જોકે આરોપી હાજર મળ્યો ન હતો.
તેજ રીતે દિગ્વિજય પ્લોટ 58 માં આવેલ બાળકોના સ્મશાન પાસેથી સુરેશ ઉર્ફે સુરિયો ગંગારામ જોશી દારૂૂની બોટલ સાથે પકડાયો હતો. જ્યારે દર્શન ઉર્ફે ખેતો હરીશભાઈ ચાંદરાનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ આદરી છે. તો નાગર ચકલા પાસે જાહેરમાં દારૂની બાટલી સાથે નીકળેલા કૃણાલ મહેશભાઈ ઝીંઝુવાડીયાને પોલીસે પકડી પાડ્યો હતો.
મેઘપર પોલીસે મોટીખાવડી ગામે આવેલ નાગાર્જુન પેટ્રોલ પંપ પાછળ નરેન્દ્રસિંહ ગંભીરસિંહ જાડેજાની ટ્રાન્સપોર્ટ ની ઓફિસમાં રેડ પડી હતી જ્યાં ત્રણ બોટલ દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. મેકર પોલીસે નરેન્દ્રસિંહ જાડેજા તેમજ નવલભાઇ ખેરાભાઈ બુજડ નામના બંને શખ્સોની અટક કરી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સીટીસી ડિવિઝન પોલીસે અંતરાશ્રમ ફાટક પાસે આવાસ કોલોની બ્લોક નંબર 51 માં બીપીન ઉર્ફે લાકડી કારાભાઈ મુછડીયાના મકાનમાં રેડ પડી હતી. જ્યાં તપાસ હાથ ધરતા 9200 ની કિંમતની 23 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે પરિસ્થિતિ પારખી આરોપી બીપીન હાજર ન મળતા તેમને ફરારી જાહેર કરાયો છે.
Uncategorized
વડાપ્રધાનની સભા પહેલાં કાશ્મીરમાં અલગ-અલગ જગ્યાએ પાંચ આતંકી ઢેર
બારામુલ્લા અને કઠુઆમાં સેનાની કાર્યવાહી, બે જવાનની શહીદીનો બદલો લેવાયો
જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આજે સવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા, આતંકવાદીઓની હાજરી અંગે ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન શરૂૂ કરવામાં આવ્યા બાદ શુક્રવારે મોડી રાત્રે ઉત્તર કાશ્મીર જિલ્લાના પટ્ટન વિસ્તારમાં ચક ટેપર કરીરીમાં ગોળીબાર શરૂૂ થયો હતો. આ ઓપરેશન હાલ ચાલુ છે.
Uncategorized
શહેરમાં ગાબડારાજ: પ્રજાના કલ્યાણ કરતાં ભ્રષ્ટાચારને પ્રાધાન્ય
સરકારે પ્રચાર-પ્રસારમાં આંકડાઓની માયાજાળ અને વાહવાહીને બદલે વાસ્તવિકતા પર ભાર મૂકવો જરૂૂરી..
જામનગર શહેર અને જિલ્લાના રસ્તાઓની હાલત દિનપ્રતિદિન વણસતી જાય છે. ભારે વરસાદ બાદ રસ્તાઓ ઉબડખાબડ બની ગયા છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. ગ્રામ્ય વિસ્તારોમાં તો સ્થિતિ વધુ ગંભીર છે. લોકોને સ્વયંભૂ ખાડા પૂરવાની ફરજ પડી છે. શહેરી વિસ્તારોમાં સરકાર દ્વારા માર્ગોની મરામત માટે નાણા ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ નાણાંનો ઉપયોગ કેટલી હદે થશે તે અંગે શંકાઓ વ્યક્ત થઈ રહી છે.
સરકારી તંત્ર દ્વારા પ્રેસ રિલીઝ અને અન્ય માધ્યમો દ્વારા સતત માહિતી આપવામાં આવે છે, પરંતુ આ માહિતીમાં મોટાભાગે કરાયેલી કામગીરીની વાહવાહી અને આંકડાઓની માયાજાળ જોવા મળે છે. વાસ્તવિક સ્થિતિ અને સમસ્યાઓના કાયમી ઉકેલ માટે લેવામાં આવતા પગલાં અંગેની વિગતવાર માહિતી લોકોને મળતી નથી. મેયર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા પંચાયતના પ્રમુખો, કલેક્ટરો વગેરેએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા વાસ્તવિક સ્થિતિ જાહેર કરવી જોઈએ અને સમસ્યાઓના કાયમી ઉકેલ માટેના પગલાં અંગેની માહિતી આપવી જોઈએ.
લોકો સરકારી તંત્ર પાસેથી વાસ્તવિક માહિતી અને કાર્યક્ષમ કામગીરીની અપેક્ષા રાખે છે. લોકો સરકારી તંત્રની ઢીલાશ અને ભૂલો સ્વીકારવા તૈયાર છે, પરંતુ તેને છુપાવવાના પ્રયાસો સામે વિરોધ કરે છે. સરકારી તંત્રને લોકોની અપેક્ષાઓને પૂરી કરવા માટે વધુ પારદર્શી અને જવાબદાર બનવું જરૂૂરી છે. વાસ્તવિક સ્થિતિ સ્વીકારવી અને તેના સંદર્ભમાં તત્કાળ પગલાં લેવા, કાયમી ઉકેલ માટેના પગલાં અંગેની વિગતવાર માહિતી લોકોને આપવી અને પ્રચાર-પ્રસારમાં આંકડાઓની માયાજાળ અને વાહવાહીને બદલે વાસ્તવિકતા પર ભાર મૂકવો જરૂૂરી છે.
પ્રશાસનિક અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા લોકો સાથે સીધો સંવાદ કરવો જોઈએ. જામનગર શહેર અને જિલ્લાના રસ્તાઓની દયનીય સ્થિતિ પાછળ સરકારી તંત્રનો ભ્રષ્ટાચાર જવાબદાર છે. પ્રજાનાં કલ્યાણ કરતાં ભ્રષ્ટાચારને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આ સ્થિતિમાં પરિવર્તન લાવવા માટે લોકોએ એક થઈને સરકારને જવાબદાર બનાવવી પડશે.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય9 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
કચ્છ1 day ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો