મહિલા કોંગ્રેસે ગેસની નનામી કાઢી, પાણીથી રસોઇ બનાવી

રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ દ્વારા એલપીજી ગેસની અછત અને મોંઘવારી મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવી સુત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો અને ગેસ સિલિન્ડરની નનામી કાઢી હતી અને…

રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ દ્વારા એલપીજી ગેસની અછત અને મોંઘવારી મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવી સુત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો અને ગેસ સિલિન્ડરની નનામી કાઢી હતી અને પાણીથી રસોઇ બનાવી હતી.

આ પ્રસંગે મહિલા કોંગ્રેસના આગેવાનો જણાવ્યું હતું કે ભાજપ સરકાર માત્ર મોટા મોટા વચનો આપે છે, પરંતુ જમીન પર કોઈ કાર્ય દેખાતું નથી. “સબકા સાથ, સબકા વિકાસ” જેવા નારા માત્ર કાગળ પર જ સીમિત રહી ગયા છે. હકીકતમાં સામાન્ય પ્રજાનો નહીં, પરંતુ ભાજપના હોદ્દેદારોનો જ વિકાસ થયો છે, જ્યારે પ્રજા મોંઘવારી અને અછતના ભાર નીચે દબાઈ રહી છે.

આ ગંભીર પરિસ્થિતિના વિરોધમાં રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ દ્વારા આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહિલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પ્રજાની વ્યથા વ્યક્ત કરી હતી.

આ વિરોધ પ્રદર્શન દીપ્તિબેન સોલંકીની આગેવાની હેઠળ જયાબેન ચૌહાણ, દીપુ રવિયા, હિરલબા રાઠોડ, ચંદ્રિકાબેન વરણીયા, કંચનબેન વાળા, જયાબેન ટાંક, મેરૂૂબેન કુરેશી, ભાવનાબેન વાઘેલા, વિભૂતિબેન ત્રિવેદી, રેણુકાબેન પટેલ, મીનાબેન ચૌહાણ, દીપાલિબેન લાઠીયા સહિત મોટી સંખ્યામાં હોદ્દેદાર બહેનો જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *