કોર્ટે કહ્યું કે સ્ટાલિને 2023 માં સનાતન ધર્મ પર કરેલી ટિપ્પણી ’દ્વેષપૂર્ણ ભાષણ’ સમાન હતી. મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે તિરુચી પોલીસને તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિનની સનાતન ધર્મ પરની ટિપ્પણીઓને તોડી-મોડી રજૂ કરવા બદલ ભાજપના નેતા અમિત માલવિયા સામે દાખલ કરાયેલી FIR રદ કરવાનો નિર્દેશ આપ્યો છે.
કોર્ટે કહ્યું કે હાલનો કેસ ચાલુ રાખવો એ કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ” સમાન હશે. અદાલતે નિરીક્ષણ કયુર્ર્ હતું કે, ભાજપના નેતા માલવિયાએ કરેલી સ્ટાલિનની ટીકા યોગ્ય હતી.
કોર્ટે કહ્યું કે ઉદયનિધિએ 2023 માં સનાતન ધર્મ પર જે કહ્યું હતું તે “દ્વેષપૂર્ણ ભાષણ” સમાન હતું, તેને “હિંદુ ધર્મ પર સ્પષ્ટ હુમલો” ગણાવ્યો.
ઉલ્લેખનીય છે કે સ્ટાલિને સપ્ટેમ્બર 2023 માં સનાતન ધર્મને ’ડેન્ગ્યુ, મેલેરિયા અને કોરોના (કોરોનાવાયરસ)’ સાથે સરખાવીને અને તેના ’નાબૂદી’ માટે હાકલ કરીને વિવાદ ઉભો કર્યો હતો. સ્ટાલિને આ કેસ સંદર્ભમાં અગાઉ અનેકવાર કહ્યું છે કે હું કરૂૂણાનિધિનો પુત્ર છું અને માફી માંગીશ નહિ.
