મુખ્યમંત્રી મોહન યાદવ રાજકોટ એરપોર્ટ પરથી સીધા પ્રાંસલા જવા રવાના થશે
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો.મોહન યાદવ આજે રાજકોટ આવી રહ્યા છે. 2023માં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બન્યા બાદ મુખ્યમંત્રી ડો.મોહન યાદવ પ્રથમ વખત રાજકોટ આવી રહ્યા છે. તેઓ બપોરે સવા બે વાગ્યે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચશે અને એરપોર્ટ પરથી તેઓ હેલીકોપ્ટર દ્વારા પ્રાંસલા જવા રવાના થશે.
ઉપલેટા નજીક પ્રાંસલા ખાતે રાષ્ટ્રકથા શીબીર સ્વામી ધર્મબંધુની આગેવાનીમાં ચાલી રહી છે. જેમાં દરેક રાજયોના યુવાનો જોડાયા છે. આ છાત્રોને સંબોધન કરવા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો.મોહન યાદવ પ્રાંસલા આવી રહ્યા છે. તેઓ ત્રણ વાગ્યે પ્રાંસલા પહોંચશે અને સાંજે 4:30 કલાકે વિદ્યાર્થીઓને સંબોધન કરશે. તેઓ સવા પાંચ વાગ્યે પ્રાંસલાથી નીકળી ભોપાલ જવા રવાના થશે.
