LRDની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, 14 જૂને યોજાશે લેખિત પરીક્ષા

  ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડર (LRD)ની ભરતી પ્રક્રિયાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જાહેરાત ક્રમાંક GPRB/202526/1 અન્વયે ગત 21 જાન્યુઆરી 2026થી…

 

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડર (LRD)ની ભરતી પ્રક્રિયાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જાહેરાત ક્રમાંક GPRB/202526/1 અન્વયે ગત 21 જાન્યુઆરી 2026થી રાજ્યના 15 કેન્દ્રો પર શરૂૂ થયેલી શારીરિક કસોટીનું પરિણામ 2જી એપ્રિલે સત્તાવાર રીતે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ https://gprb. gujarat. gov.in/ પર જાહેર કરી દેવામાં આવ્યું છે. ઉમેદવારો બોર્ડની વેબસાઇટ પર જઈને પુરુષ, મહિલા અને માજી સૈનિક એમ અલગ-અલગ કેટેગરી મુજબ પોતાનું પરિણામ જોઈ શકશે.

LRD 2026નું પરિણામ જાહેરાત કરતા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શારીરિક કસોટીમાં પારદર્શિતા જાળવવા માટે 23 માર્ચ 2026 સુધી મળેલી તમામ અરજીઓ અને સીસીટીવ ફૂટેજ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી છે. તે જ રીતે શારીરિક માપ કસોટી (PST)માં પણ ઊંચાઈના ડેટા અને ફોટોગ્રાફની ચકાસણી કર્યા બાદ જ આખરી પરિણામ જાહેર કરાયું છે.

શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો માટે હવે પછીનો તબક્કો લેખિત પરીક્ષાનો રહેશે. બોર્ડના જણાવ્યા અનુસાર, લેખિત પરીક્ષા 14 જૂન 2026, રવિવારના રોજ યોજવામાં આવશે. આ માટે ઉમેદવારોએ આ તારીખને ધ્યાને રાખીને પોતાની તૈયારીઓ તેજ કરવા સૂચના આપવામાં આવી છે.

જાહેર થયેલા લિસ્ટમાં જો કોઈ ઉમેદવારને શારીરિક કસોટીના પરિણામ સામે વાંધો કે રજૂઆત હોય, તો તેઓ જરૂૂરી પુરાવા અને કોલલેટરની નકલ સાથે 8 એપ્રિલ 2026ને સાંજે 5.30 વાગ્યા સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી (સેક્ટર-9, ગાંધીનગર) ખાતે રૂૂબરૂૂ અથવા સ્પીડ પોસ્ટ/કુરિયર દ્વારા અરજી કરી શકશે. જેના નિયત સમયમર્યાદા બાદ મળેલી કોઈ પણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં તેવું ભરતી બોર્ડ દ્વારા સ્પષ્ટ કરાયું છે. સાથે જ બોર્ડે સ્પષ્ટતા કરી છે કે જો કોઈ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં કોઈ ટેકનિકલ કે ક્લેરિકલ ભૂલને કારણે લાયક ઠરશે, તો કોઈપણ તબક્કે તેમની પસંદગી રદ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *