સાયલાના કોટડાના યુવાને વીંછિયાના નાના માત્રાની સગીરાને ભગાડી જતા અપહરણની ફરિયાદ નોંધાઇ હતી
ચોટીલાનાં લાખણકા ગામનાં વાડી વિસ્તારમાંથી ગત રાત્રે યુવક યુવતીનાં ભેદ ભરમ સર્જતા મૃતદેહ મળી આવતા ચકચાર જગાવી છે અને પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધરેલ છે.
બનાવ અંગે મળતી માહિતી મુજબ ગત રાત્રે આઠેક વાગ્યાના સુમારે લાખણકા ગામનાં વાડી વિસ્તારમાં આવેલ મકાનનાં ઉપરના માળે એક યુવક યુવતી મરણ ગયેલ ના વડે હાલતમાં હોવાની ચોટીલા પોલીસને જાણ થતા પીઆઇ આઇ બી. વલવી તથા સ્ટાફના માણસો ઘટના સ્થળે દોડી જઇ મામલતદાર સમક્ષ પ્રાથમિક પંચકામ કરી બંન્ને મૃતદેહોને હોસ્પિટલ પીએમ માટે ખસેડયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ પોલીસને મરણજનાર યુવક સાયલાનાં કોટડા ગામનો ધોરીયા ચિરાગ લધુ ભાઇ ઉ. વ. 22 અને યુવતી સગીર વયની વિછીંયા તાલુકાનાં નાના માત્રા ગામની હોવાનું જાણવા મળતા બંન્ને ના પરિવારજનોને ઘટના અંગે જાણ કરવામાં આવી છે.
પોલીસની પ્રારંભીક તપાસમાં મરણજનાર બંન્ને એક જ સમાજના હોવાનું અને બંન્ને વચ્ચે આજના સમયનો આકર્ષણમાં પાંગરતો પ્રેમ સંબંધ હોવાનું અને થોડા દિવસ પહેલા બંન્ને યુવા હૈયા ઓ એક થવાના કોડ સાથે ઘરેથી નિકળી ગયેલ હોવાનું કહેવાય છે.
બે દિવસ પૂર્વે નાના માત્રા ની સગીર યુવતી ને બદકામ કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી ભગાડી ગયાની પોક્સો સહિતની કલમ હેઠળ મરણ ગયેલ યુવક સામે વિછીયા પોલીસમાં ગુનો નોંધાયેલ હોવાનું પણ જાણવા મળે છે.સુત્રોમાંથી મળતી વિગતો મુજબ મરણજનાર બંન્ને કોઇ વ્યક્તિ મારફત લાખણકા વિસ્તારમાં આવેલ હોવાનું અને કેવા સંજોગોમાં બંન્ને ના મરણ નિપજ્યાં તે અંગે પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે. હાલ બંન્ને ના મૃતદેહ ને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયેલ છે અને સમગ્ર બનાવને લઈ ને પોલીસે એડી દાખલ કરી તપાસ હાથ ધરેલ છે.
મોબાઇલ યુગમાં ભાગતા આજના ફાસ્ટ જનરેશનમાં સૌથી વિપરીત અસર ગ્રામ્ય પંથકમાં યુવા વર્ગ ઉપર પડી છે. ત્યારે અણ સમજની ઉમરે આકર્ષણનાં ઓછારે કહેવાતા પ્રેમ મા ભરાતા પગલાંઓનો દુ:ખદ ભાર પરિવારજનોને સહન કરવાનો આવતો હોવાનાં અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે લાખણકા વાડી વિસ્તારમાંથી મળેલ યુવક અને સગીરાના મૃતદેહ અંગે બંન્ને ના પરિવારજનો પુછપરછ અને ફોરેન્સિક અહેવાલ બાદ તપાસમાં શું હકીકત ખુલે છે તે જોવાનું રહે છે.
મરણજનાર યુવાન યુવતીનું આત્મઘાતી પગલું કે અન્ય કંઇ તે અંગે હાલ ચોટીલા પોલીસે એડી દાખલ કરી મૃતદેહ ફોરેન્સિક પીએમ માટે મોકલી તપાસ હાથ ધરી છે. આ ઘટનામા મૃતક શ્રદ્ધા એક ભાઇ પાંચ બહેનમાં પાંચમા નંબરની હતી. પિતા ખેતીકામ કામ કરે છે. તેમજ ચિરાગ ચાર ભાઇ એક બહેનમાં બીજો હતો અને તેમના માતા હયાત નથી. તુેમજ પિતા ખેતીકામ કરે છે. બંન્નેના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે.
