લગ્નની એપ પર પરિચય થયા બાદ પ્રેમ પાંગર્યો : કાલાવડની યુવતીને રાજકોટ બોલાવી દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી

કાલાવડમાં રહેતી અને કારખાનામાં મજુરી કરતી 23 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી રાજકોટ રહેતા મુળ ઉનાના જયરાજસિંહ રાઠોડ નામનાં શખ્સે ગોંડલ રોડ ઉપર આવેલી એક…

કાલાવડમાં રહેતી અને કારખાનામાં મજુરી કરતી 23 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી રાજકોટ રહેતા મુળ ઉનાના જયરાજસિંહ રાઠોડ નામનાં શખ્સે ગોંડલ રોડ ઉપર આવેલી એક હોટલ પાછળ ત્રણ માળીયા કવાટરમાંલઈ જઈ ચારેક વખત દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દઈ તેને અને તેના ભાઈઓને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની આજીડેમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

યુવતીએ પોલીસને જણાવ્યું કે, આજથી 11 મહિના પહેલા તેને તેના ફોનમાં લગ્નને લગતી એક એપ્લીકેશન ઈન્સોટલ કરી હતી તેમાં લગ્ન માંટેના બાયોડેટાની ડીટેલ ફોટો અને સરનામું વગેરે સબમીટ કર્યા હતાં. માહિતી નાખ્યાનાં પાંચેક દિવસ બાદ અજાણ્યા નંબર પરથી આરોપીએ મેસેજ કરતા બંને વચ્ચે વાતચીત શરૂૂ થઈ હતી. આ સમયે આરોપીએ પોતાનું નામ જયરાજસિંહ રાઠોડ રહે. રાજકોટ હોવાનું અને તે ડ્રાઈવીંગ કરતો હોવાનું જણાવ્યું હતું.

ત્યાર બાદ બન્ને વોટસએપમાં વિડીયો કોલથી વાતચીત કરવા લાગ્યા હતાં. આથી બન્ને વચ્ચે પરીચીત થતા મિત્રતા બંધાઈ આરોપીએ સાથે કરવા છે.તું મને મળવા આવતેમ કહ્યું હતું. બાદમાં ગઈ તા. 6.2.25નાં આરોપીએ ફોન સુધી કરી લો કરી છે કે કે વો હોવા થી અને બેસી રાજકોટ કે.કે.વી. હોલ પાસે પહોંચી હતી. ત્યાં ઉભેલો આરોપી તેને રીક્ષામાં ગોંડલ હાઈવે પર આવેલી એક હોટલ પાછળ ત્રણ માળીય વિસ્તારમાં ત્રીજા માળે એક મકાનમાં લઈ ગયો હતો. જયાં બન્નેએ બહારથી જમવાનું મંગાવ્યા બાદ જમી બેઠા હતા ત્યારે આરોપીએ તેના પર ચારેક વખત દુષ્કર્મ ગુજાર્યું હતું.

આ સ્થળે તે એક રાત અને બીજા દિવસ સાંજ સુધી રોકાયા હતાં. ત્યારબાદ આરોપી ત્યાંથી જતો રહ્યો હતો. તેણે ત્યાંથી નીચેના માળ આવી અજાણી મહિલાના ફોનમાંથી ફોન કરતા તેનો રાજકોટ રહેતો ભાઈ તેડી ગયો હતો. એક દિવસ ફઈના ઘરે રોકાયા બાદ તે પરત ઘરે જતી રહી હતી. જયાં તે ગર્ભવતી હોવાનું જાણવા મળતા તેણે આરોપીને કોલ આરોપીએ આ મારૂૂ બાળક નથી. કહી કરી લગ્ન કરવાનું જણાવ્યું હતું. પરંતુ લગ્ન કરવાની ના પાડી મારે તારી સાથે કોઈ સંબંધ રાખવો નથી તેમ જણાવી ફોન બંધ કરી દીધો હતો. ઘણા સમયે ફોન કરવા છતાં ફોન બંધ આવતો હતો. એટલું જ નહી આરોપીએ તું આ બાબતે તારા ભાઈઓને વાત કરીશ તો તારા ભાઈઓ અને તને જાનથી મારી નાખીશની ધમકી આપી હતી. બીજી તરફ તેને પેટમાં દુખાવો થતો હોવાથી ભાભીને જાણ કર્યા બાદ જનાના હોસ્પિટલમાં ખસેડાઈ હતી. બાદમાં આ મામલે ફરીયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *