બસપોર્ટમાં સર્વર ઠપ થતાં રિઝર્વેશનમાં લાંબી કતાર

કલાકો સુધી એડવાન્સ બુકિંગ બંધ રહેતા મુસાફરો પરેશાન: એજન્સી સામે પગલાં ભરવા માંગ રાજકોટના ઢેબર રોડ પર બસ સ્ટેશનમાં લાંબા સમયથી અંધેરી નગરી ગંડુ રાજા…

કલાકો સુધી એડવાન્સ બુકિંગ બંધ રહેતા મુસાફરો પરેશાન: એજન્સી સામે પગલાં ભરવા માંગ

રાજકોટના ઢેબર રોડ પર બસ સ્ટેશનમાં લાંબા સમયથી અંધેરી નગરી ગંડુ રાજા જેવો વહીવટ ચાલી રહ્યો છે અધિકારીઓને એની લેશમાત્ર ફરવા નથી. ગઈકાલે રાત્રે મુસાફરોમાં થી સમિતિને ટેલીફોનિક ફરીયાદ મળેલ હતી કે રિઝર્વેશન થતું નથી અને જીપીએસ સિસ્ટમ બંધ છે. જે ફરિયાદના સંદર્ભે સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલાએ એસ.ટી બસ પોર્ટ ની મુલાકાત લેતા સ્થળ તપાસ કરતા જાણવા મળ્યું કે બપોરના 2 કલાકથી જીપીએસ સિસ્ટમ બંધ છે જે અત્યારે પણ બંધ છે 175 કરોડના ખર્ચે બનાવેલ અત્યાધુનિક એસટી બસ પોર્ટ માં મેઇન્ટેનન્સ નો અભાવે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ગઈકાલે બપોરના બે વાગ્યાથી બંધ થયેલ એસ.ટી બસોના તમામ લોકેશનની સ્ક્રીનો બંધ હાલતમાં છે જોકે રાત્રે 9 થી 5 કાયમ માટે બંધ રાખે છે જે અંગે ઉચ્ચસ્તરીય રજૂઆતો કરવામાં આવી છે.

હાલ એસ.ટી બસ પોર્ટ પર કોઈ રિઝર્વેશન ટિકિટ કરવા આવે તો ટિકિટ મળતી નથી ગઈકાલે ગામડેથી આવેલા અનેક મુસાફરો લાઈનમાં કલાકો સુધી ઉભા રહી કંટાળીને ઘેર પાછા ફર્યા હતા. અત્યારે પણ વોલ્વો ડેપોમાં રિઝર્વેશન થતું નથી. હાલ લગ્નગાળાની સિઝન હોય એસ.ટી બસ પોર્ટ પર ભારે ટ્રાફિક હોય ત્યારે જ કનેક્ટિવિટી ખોરવાઈ જતાં મુસાફરોમા ભારે દેકારો બોલી ગયો છે. કનેક્ટિવિટી જેવી ગંભીર બાબત માં અધિકારીઓ અને રીબીન કાપવા માટે બસ પોર્ટ પર ઉમટી પડતા નેતાઓ મુસાફરોને આધુનિક સુવિધા ના બણગાં ફુકનારા મુસાફરોને પડતી હાલકીમાં ભૂગર્ભમાં જતા રહે છે.

રિઝર્વેશન ન થાય અને ટિકિટ ન મળે એ બાબત ગંભીર છે કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી છે. ગણતરીની મિનિટોમાં મેઇન્ટેનન્સ થઈ જવું જોઈએ તેને બદલે 24 કલાક પછી પણ ફોલ્ટ ના મળે અને મરામત થઈ ન હોવાથી ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલાએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મુસાફરોએ નોંધવાની ફરિયાદ પોથી (પરિશિષ્ટ બ) માં તારીખ :- 18/2/25 ના ફરિયાદ નંબર 143542 થી રાજકોટ ડેપોમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે. કલાકો સુધી મુસાફરોને પડેલી હાલાકી અંગે જવાબદારોને દંડનીય કાર્યવાહી પણ થવી જોઈએ અને તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના મેનેજિંગ ડાયરેક્ટર અને રાજકોટ વિભાગીય નિયામકને આ અંગે લેખિત જાણ કરી કડક પગલાં ભરવા મુસાફર હિતરક્ષક સમિતિએ માંગ ઉઠાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *