ગોંડલ તાલુકા પોલીસ મથક ખાતે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકો તેમજ કાયદો વ્યવસ્થા નું ઉલંઘન કરતાં તત્વો સામે જાગૃતિ લાવવા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતુ.લોકદરબાર જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર તેમજ ગોંડલ તાલુકા પોલીસ મથકના પ્રોબેશ્નલ અજઙ પ્રખરકુમારના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ વ્યાજખોરીના ચક્રમાં ફસાઈ જતાં લોકોમાં જાગૃતિ લાવવાનો અને કનડતા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી અંગે લોકોને માર્ગદર્શન આપવાનો હતો.બીજી બાજુ કોંગ્રેસ નાં આગેવાનો ને લોકદરબાર માં આમંત્રણ મળ્યું નાં હોય પોલીસ દ્વારા ભાજપ પ્રેરીત લોકદરબાર યોજાયા નો આક્ષેપ કરાયો હતો.
લોકદરબાર માં તાલુકાનાં સરપંચો, આગેવાનોએ વિવિધ પ્રશ્ર્નો ની રજુઆત કરી હતી.ખાસ કરીને વ્યાજકવાંદ અંગે ફરિયાદો થઇ હતી.જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે માર્ગદર્શન આપી તમામ પ્રશ્ર્નો ની યોગ્ય ઉકેલ ની ખાત્રી આપી લોકોને જાગૃતિ દાખવવા જણાવ્યું હતી.
બીજી બાજુ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ઝાલાએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યુ કે જાહેર લોકદરબાર માં કોંગ્રેસ નાં આગેવાનો ને આમંત્રણ નહી આપી યુક્તિ પુર્વક દુર રખાયા હતા.જેનું કારણ આપતાં હર્ષદસિંહ ઝાલાએ કહ્યુ કે થોડા સમય પહેલા ગોંડલ સીટી પોલીસ મથક માં જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર નાં અધ્યક્ષસ્થાને લોકદરબાર ભરાયો હતો.જેમાં કોંગ્રેસ દ્વારા ગોંડલ માં ખુલ્લેઆમ ચાલતી ગેરકાયદેસર પ્રવૃતીઓ અંગે રજુઆત કરાઇ હતી.જે પોલીસ તંત્ર ને ગમતી વાત ના હોય કદાચ એના કારણે અમોને આમંત્રણ નહી અપાયું હોય.
અમોને હતુ કે નિષ્ઠાવાન પોલીસ અધિકારી નિર્લિપ્ત રાય નાં આવવા થી પોલીસ તંત્ર માં ફર્ક પડશે.પરંતુ ફર્ક પડ્યો નથી.ખરેખર ગોંડલ માં હાલ નાં પોલીસ અધિકારીઓ ને બદલી નિષ્ઠાવાન અધિકારીઓ ની નિમણુંક કરવી જરુરી છે.લોકદરબાર જાહેર મંચ ગણી શકાય.પરંતુ પોલીસ દ્વારા માત્ર ભાજપ પ્રેરીત સરપંચો અને આગેવાનોને આમંત્રણ આપી ભેદભાવ ની નીતિ દાખવ્યાં નો આક્ષેપ તેમણે કર્યો છે. લોક દરબારમાં પીઆઇ વી.એમ. ડોડીયા, પીએસઆઇ આર.આર. સોલંકી સહિત પોલીસ તંત્ર હાજર રહ્યુ હતું.
