ધ્રાંગધ્રા પંથકમાં ઉદ્યોગિકરણનાં મોટા લાભ છેં ત્યારે ધ્રાંગધ્રા આજુબાજુ અનેક ફેક્ટરીઓ ચાલુ થઇ રહી છેં પણ ફેક્ટરીથી રોજગારીનાં નામે માત્ર માલિકો દ્વારા એક તરફ ઝેરી કેમિકલ ઓકી ભવિષ્યમાં યમરાજ બની શકે તેવી ફેક્ટરીઓ માટે પણ જવાબદાર તંત્ર ફરજ અને માનવતા મૂકી ગરજ સાર્થક વલણ બતાડી જનતા તેમજ પર્યાવરણ નાં હિત નેં નુકશાન પહોંચાડી રહ્યું છેં. ધ્રાંગધ્રા ના હરીપર પાસે ક્યુમોર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ની જન સુનાવણીમૉં અનેક વિવાદ સામે આવ્યા જેમાં હરીપર ગામના ખેડૂત અને ધ્રાંગધ્રાનાં સામાજિક કાર્યકરો દ્વારા સર્વે નંબર 657 સરકારી ખરાબો હોવા છતાંય કંપની ઍ દબાણ કરી ત્યાં બાંધકામ કર્યું છેં.
ત્યારે કાયદેસર ની કાર્યવાહી કરવા માંગ કરી હતી. બીજી તરફ સામાજિક કાર્યકરોઍ રેજિન ઉત્પાદન ની મંજૂરી કોઈ પણ ભોગે ન આપવી તેમ જણાવી કંપની નાં મહિને માત્ર 2500 મેટ્રિક ટન જ ઉત્પાદન ની કોઈ ગેરંટી નથી અને ધ્રુતરાષ્ટ્ર્ર સમાન તંત્ર ની દેખરેખમૉં કંપની મર્યાદા બહાર ઉત્પાદન કરી ટેક્સ ચોરી કરશે જેને રોકવા સોશિયલ મોનીટરીંગ કમિટી ની માંગ કરી હતી. મહત્વની વાત ઍ છેં કે ભવિષ્યમૉં યમ બનતી કંપની હોવા છતાંય તંત્ર નેં નજીકનાં ગામડાઓ, સ્કૂલો કે પર્યાવરણને નુકસાન થશે તેમ જણાવીને વિરોધ કરવામાં આવ્યો ત્યારે વિરોધ કરનાર સામાજિક કાર્યકર હિતેશભાઈ રાજપરા દ્વારા જણાવ્યું કે કપની દ્વારા નીયમો નેવે મુકી પયૉંવરણ ને નુકસાન થાય તે માટે સરકારી ખરાબાની જમીન દબાવી ફેક્ટરી ઉભી કરી રહ્યા છે તેની સામે લેખીત વિરોધ નોંધાવ્યો છે મારા સિવાય વિસ્તાર ના અનેક લોકો નો વિરોધ જેવા મળી રહ્યો છે..
