કોટડાસાંગાણીના વાછપરી ડેમ પાસે સિંહણના આંટાફેરાથી સ્થાનિકો ભયભીત, વીડિયો વાયરલ

કોટડાસાંગાણી નજીક આવેલા સોળિયા વિસ્તારના વાછપરી ડેમ પાસે ગત રાત્રિના સમયે એક સિંહણ દેખાઈ હતી. વાહનચાલકોએ સિંહનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો, જે વાયરલ…

કોટડાસાંગાણી નજીક આવેલા સોળિયા વિસ્તારના વાછપરી ડેમ પાસે ગત રાત્રિના સમયે એક સિંહણ દેખાઈ હતી. વાહનચાલકોએ સિંહનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો, જે વાયરલ થયો છે. વીડિયોમાં સિંહણ શાંતિથી ડેમની આસપાસ ફરતી જોવા મળે છે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં આશ્ચર્ય અને ભયની લાગણી ફેલાઈ છે.

રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી પંથકમાં છેલ્લા કેટલાક સમયથી વનરાજાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ગત રાત્રિએ કોટડાસાંગાણી નજીક આવેલા સોળિયા વિસ્તારમાં વાછપરી ડેમ પાસે એક સિંહ દેખાતા સ્થાનિકોમાં કુતૂહલ અને ભયનો માહોલ સર્જાયો હતો. ત્યાંથી પસાર થતા વાહનચાલકોએ આ સિંહનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

છેલ્લા ત્રણ મહિનાથી સિંહે આ પંથકને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું હોય તેમ જણાય છે. કોટડાસાંગાણી ઉપરાંત માણેકવાડા, વાદીપરા, પાંચતલાવડા અને ખોખરી જેવા ગામોમાં પણ સિંહના આંટાફેરા સતત વધી રહ્યા છે. ગીર વિસ્તાર છોડીને આવેલા આ સિંહની હાજરીને પગલે ખેતરોમાં રાત્રિના સમયે કામ કરતા ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતા જોવા મળી રહી છે.અધિકારીઓના જણાવ્યા અનુસાર, વન વિભાગ આ મામલે સંપૂર્ણ સજાગ છે. સિંહની હલચાલ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વન વિભાગે ગ્રામજનોને રાત્રિના સમયે સાવચેત રહેવા અને વનરાજા સાથે છેડછાડ ન કરવા અપીલ કરી છે. સિંહની આ લટારે સાબિત કર્યું છે કે ગીરના સિંહો હવે નવા વિસ્તારો તરફ સ્થળાંતર કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *