સાયલા નજીક હાઇવે પર ટ્રકના ક્ધટેનરમાં ચોરખાનું બનાવી છૂપાવેલો રૂપિયા 92 લાખનો દારૂ ઝડપાયો

20736 દારૂની બોટલ જપ્ત, 1.12 કરોડનો મુદ્દામાલ જપ્ત સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી-સાયલા નેશનલ હાઈવે પરથી પોલીસે વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક ટ્રકના ચોરખાનામાંથી…

20736 દારૂની બોટલ જપ્ત, 1.12 કરોડનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી-સાયલા નેશનલ હાઈવે પરથી પોલીસે વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક ટ્રકના ચોરખાનામાંથી 92 લાખથી વધુના દારૂૂ સાથે રૂૂ. 1.12 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (ઈંઙજ)ની સૂચનાથી આ કાર્યવાહી કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, લીંબડીના પરશુરામધામથી બોડીયા ગામ તરફ જતા રોડ પરથી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડની ટીમે એક ટ્રકને રોક્યો હતો. આ ટ્રકના ક્ધટેનરમાં ખાસ ચોરખાનુ બનાવીને ભારતીય બનાવટનો વિદેશી દારૂૂ છુપાવવામાં આવ્યો હતો.

પોલીસે કુલ 20,736 બોટલ વિદેશી દારૂૂ જપ્ત કર્યો હતો, જેમાં 16,320 નાની પ્લાસ્ટિક બોટલ અને 4,416 મોટી કાચની બોટલનો સમાવેશ થાય છે. આ દારૂૂની કિંમત રૂૂ. 92,73,600 આંકવામાં આવી છે. દારૂૂ ઉપરાંત રૂૂ. 20,00,000ની કિંમતનો ટ્રક પણ જપ્ત કરવામાં આવ્યો હતો, આમ કુલ રૂૂ. 1,12,73,600નો મુદ્દામાલ કબજે લેવાયો હતો.

આ મામલે લીંબડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ટ્રકના ચાલક, માલિક, દારૂૂ મોકલનાર અને મંગાવનાર સહિતના આરોપીઓ સામે તપાસ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર જે.જે.જાડેજા, પો. સબ. ઇન્સ. જે.વાય.પઠાણ, પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ.રાયમા તથા તેમની ટીમના અન્ય પોલીસકર્મીઓ જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *