મોરબી રોડ પરથી 6.53 લાખનો દારૂ ભરેલી છોટાહાથી સાથે એકની ધરપકડ: ત્રંબા નજીકથી દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા
શહેરમાં બુટલેગરો ઉપર પોલીસે આક્રરી કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ સ્થળે દરોડા પાડી પોલીસે 7.92 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જૂના મોરબી રોડ પરથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે 2208 બોટલ ભરેલી છોટાહાથી સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જયારે આજીડેમ પોલીસે ભાવનગર હાઇવે પર ત્રંબા નજીકથી 1.38 લાખનો દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એમ.આર.ગોડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.ડી.ડોડીયા સહિતના સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન બાતમીના આધારે જૂના મોરબી રોડથી કુવાડવા રોડ તરફ જતા રસ્તા પરથી વિદેશી દારૂ ભરેલી છોટાહાથી સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે છોટાહાથીની તલાશી લેતા તેમાથી વિદેશી દારૂના ચપલા નંગ 2208 કિં.653184 મળી આવતા પોલીસે છોટાહાથીના ચાલક પ્રતિક ભરતભાઇ ખસીયા રહે બેડીપરા શ્રમજીવી સોસાયટીને ઝડપી લઇ દારૂ અને છોટાહાથી મળી કુલ રૂા.9,54,184નો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપી પ્રતિકની પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો દમણના સંદિપ મણીલાલ હડપતીએ ભરી આપ્યો હોવાની કુબાલાત આપતા પોલીસે બંને વિરૂધ્ધ ગુનો નોંધી દમણના સપ્લાયરને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
બીજા બનાવમાં આજીડેમ પોલીસ મથકના પીઆઇ એ.બી. જાડેજાની રાહબરી હેઠળ ઙજઈં એસ.વી.ગોહિલ, અજઈં રાજેશભાઇ મેર સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. સરધાર તરફથી કાળીપાટ ચોકડી તરફ દારૂ ભરેલી કાર આવતી હોવાની બાતમીના આધારે પોલીસે ત્રંબા નજીક હોટલ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી કાર પસાર થતા તેને કોર્ડન કરી રોકી અટકાવી કારમાં સવાર શખસોની પુછતાછ કરતા તેના નામ અશોક હેમંતભાઇ રાઠોડ(ઉ.વ. 28 રહે. સન પાર્કની બાજુમાં ડાયમંડ પાર્ટી પ્લોટ પાસે કોઠારીયા સોલવન્ટ ) અને મેહુલ રાજેશભાઇ ચાવડા(ઉ.વ. 28 રહે. યુવરાજનગર, શેરી નં.6,આજીડેમ ચોકડી પાસે) હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંનેને નીચે ઉતારી કારની તલાશી લેતા રૂ.1,37,280 ની કિંમતના દારૂના 520 ચપલા તથા કાર અને મબાઇલ મળી કુલ રૂ.2,91,280 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
શહેરના એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે શહેરના મહિલા કોલેજ અંડર બ્રિજ પાસે કિશાનપરા સોસાયટી શેરી નં. 5 રેલવેના પાટા પાસે આવેલી ઓફિસમાં દરોડો પાડતા અહીં ઓફિસમાંથી દારૂૂની બે બોટલ મળી આવી હતી. પોલીસે દારૂની બોટલ સાથે સોની વેપારી ધર્મેશ દવેન્દ્રભાઇ રાણપરા(ઉ.વ. 36 રહે. પંચવટી સોસાયટી,દાહોદ) ને ઝડપી લીધો હતો. પોલીસની તપાસમાં આ ઓફિસ રાજુભાઇ ધોળકીયાની હોય સોની વેપારી ધર્મેશ તેનો મિત્ર હોવાથી તે છેલ્લા થોડા સમયથી ઓફિસમાં રહેતો હતો. તે વતનથી દારૂની બોટલ લાવ્યો હોવાની કબુલાત આપી હતી.
