રાજકોટ ગ્રામ્ય એલસીબીનો દરોડો, જામનગરના બે શખ્સોની ધરપકડ
રાજકોટ નજીક મેટોડા પાસેથી રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી રૂૂ.68.32 લાખના વિદેશી દારૂૂ સાથે જામનગરના બે શખ્સોની ધરપકડ કરી હતી.પકડાયેલ બન્ને શખ્સોની પુછપરછમાં આ દારૂૂનો જથ્થો રાજકોટના બુટલેગરે મંગાવ્યો હોવાનું ખુલ્યું હતું. જેની ધરપકડ માટે ગ્રામ્ય પોલીસે વધુ તપાસ શરૂૂ કરી છે.
મળતી વિગતો મુજબ રાજકોટ જીલ્લામાં દારૂૂની હેરાફેરી કરતા તત્વો ઉપર વોચ રાખી બુટલેગરો સામે કાર્યવાહી કરવા જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સુચનાથી ગ્રામ્ય એલસીબીના પી.આઈ વી.વી.ઓડેદરાની ટીમે બાતમીને આધારે વોચ ગોઠવી જે દરમ્યાન એ.એસ.આઇ. રવિદેવભાઈ બારડ, બ્રિજરાજસિંહ જાડેજા, રોહિતભાઇ બકોતરા અને પ્રકાશભાઈ પરમારની સંયુકત બાતમીને આધારે મેટોડા ગામની સીમમાથી વાડીની ઓરડીમાંથી દરોડો પાડી રૂૂ.68.32 લાખની કીમતની 20,764 બોટલ વિદેશી દારૂૂ સાથે જામનગરના ચકલી કાંટા પાસે, જોડીયા ભુંગા હુસેનભાઇના મકાનમાં ભાડેથી રહેતા હનિફ એલિયાસભાઇ જેડા અને જામનગર રામેશ્વર માટેલ ચોકમાં રહેતા જાકીર કાસમભાઇ સંધારની ધરપકડ કરી રૂૂ. 68,92,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પુછપરછમાં આ દારૂૂનો જથ્થો રાજકોટના જયપાલસિંહ ઉર્ફે યુવરાજસિંહ લાલુભા વાઘેલાએ આ દારૂૂનો જથ્થો મંગાવ્યો હોવાનું ખુલ્યું હતું. તેની સામે રાજકોટમાં બે ગુના નોંધાયા હોવાનું ખુલ્યું હતું.
રાજકોટ ગ્રામ્ય એલસીબીના પી.આઈ વી.વી.ઓડેદરા સાથે પીએસઆઈ એચ.સી.ગોહીલ, આર.વી.ભીમાણી તથા એલ.સી.બી. શાખાના એ.એસ.આઇ. રવિદેવભાઇ બારડ, બ્રીજરાજસિંહ જાડેજા, રોહિતભાઇ બકોત્રા, બાલકૃષ્ણભાઇ ત્રીવેદી અમીતસિંહ જાડેજા,રસીકભાઇ જમોડ,પ્રકાશભાઇ પરમાર દિલીપસિંહ જાડેજાએ કામગીરી કરી હતી.
