ભાવનગરના વાવડીમાં 50.97 લાખનો દારૂ ઝડપાયો

ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દારૂૂ તથા જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા રેન્જ આઈજી આર.વી. અસારી તથા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આપવામાં…

ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દારૂૂ તથા જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા રેન્જ આઈજી આર.વી. અસારી તથા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આપવામાં આવેલી ખાસ સૂચનાના આધારે પેરોલ ફર્લો સ્કવોડે મોટો દરોડો પાડીને વિદેશી દારૂૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. વાવડી ગામના તળાવ પાસે બાવળની કાંટમાં ચાલતા દારૂૂના કટિંગ પર દરોડો પાડી પોલીસે રૂૂ.50.97 લાખ ની કિંમત નો દારૂૂ અને10 વ્હીલના ટોરસ ટ્રક અને મોટરસાઇકલ સહિત કુલ રૂૂ. 1,16,14,200નો મસમોટો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મળતી માહિતી મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઈ વી.બી. ચૌધરી અને તેમની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે શક્તિસિંહ ચકુભા રાયજાદા (રહે. ખાટડી), જયદીપસિંહ ભુપતસિંહ જાડેજા (રહે. ભાવનગર/ખંભાળીયા), કલ્પેશ નાથાભાઇ કોતર (રહે. સીદસર), અશોક ધીરૂૂભાઇ ચાડ (રહે. કમળેજ) તથા જયદીપસિંહ ઉર્ફે ભીમડો રેવતસિંહ ગોહિલ (રહે. ચિત્રા) નામના ઈસમો બહારથી બંધ બોડીના મોટા ટોરસ ટ્રક (નં. ઇંછ-55-અઅ-5036) માં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂૂ ભરી લાવ્યા છે. ભાવનગર-તળાજા હાઇવે પર વણેચી વાવથી વાવડી જતા રોડ પર આવેલ તળાવ પાસે બાવળની કાંટમાં કેટલાક માણસોને બોલાવીને દારૂૂનું કટિંગ કરી રહ્યા હોવાની સચોટ માહિતીના આધારે ટીમે ત્વરિત દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી દારૂૂની 319 પેટીઓમાંથી કુલ 8,180 નાની-મોટી વિદેશી દારૂૂની બોટલો (કિંમત રૂૂ. 50,79,200/-) મળી આવી હતી. આ ઉપરાંત દારૂૂ છુપાવવા માટે વપરાયેલા રૂૂ. 50 લાખની કિંમતના સ્પ્રેના બોક્સ, રૂૂ. 15 લાખનો 10 વ્હીલનો ટોરસ ટ્રક, મોટરસાઇકલ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂૂ. 1,16,14,200/- નો પ્રોહિબિશનનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.આ સફળ કામગીરી પીએસઆઈ વી.બી. ચૌધરી તેમજ સ્ટાફના ભૈયપાલસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ ગોહિલ, ચંદ્રસિંહ વાળા, અર્જુનસિંહ ગોહિલ, કુલદીપસિંહ ગોહિલ, બળદેવભાઇ મકવાણા, ધ્રુવરાજસિંહ ગોહિલ અને પ્રજ્ઞેશભાઇ પંડ્યા દ્વારા કરવામાં આવી હતી. આરોપીઓ હાજર મળી આવ્યા ન હોવાથી ઘોઘા પોલીસ સ્ટેશનમાં પાંચેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *