જુનાગઢમાં GPCBના નામે તોડ કરતી પત્રકારોની ટોળકી ઝડપાઇ

  જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન હેઠળ આવતા જીઆઈડીસી વિસ્તારમાં વેપારીઓને ડરાવી-ધમકાવીને બળજબરીપૂર્વક નાણાં પડાવતી એક શાતિર તોડબાજ ટોળકીનો જૂનાગઢ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ મામલે…

 

જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન હેઠળ આવતા જીઆઈડીસી વિસ્તારમાં વેપારીઓને ડરાવી-ધમકાવીને બળજબરીપૂર્વક નાણાં પડાવતી એક શાતિર તોડબાજ ટોળકીનો જૂનાગઢ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને જેતપુરના ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય બે ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં અજય જયસિંગભાઈ જાદવ, હેમંત મનસુખ શેખવા અને વિજય બહાદુર રામગરીબ વર્મા (તમામ રહે. જેતપુર)નો સમાવેશ થાય છે. આ ટોળકી GIDC ના કારખાનાઓમાં જઈને પોતાને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના અધિકારીઓ અને મીડિયાકર્મી બતાવીને તોડબાજી આચરતી હતી.

જૂનાગઢ જિલ્લા એસ.પી. સુબોધ ઓડેદરાના જણાવ્યા મુજબ, બે દિવસ પહેલાં GIDC વિસ્તારના કેટલાક વેપારીઓ તાલુકા પોલીસ સ્ટેશને રજૂઆત કરવા આવ્યા હતા. વેપારીઓએ આપવીતી જણાવતા કહ્યું હતું કે, શંકાસ્પદ શખસો કારખાનાઓમાં આવી પોતે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ઉચ્ચ અધિકારીઓ અને પ્રેસ-મીડિયાના પ્રતિનિધિઓ હોવાની ખોટી ઓળખ આપતા હતા.

આરોપીઓ વેપારીઓને એવું કહીને ધમકાવતા હતા કે, “તમારા કારખાનામાંથી કેમિકલયુક્ત દૂષિત પાણી બહાર છોડવામાં આવે છે, જેનાથી એક વ્યક્તિનું મોત થયું છે.” આવી ધમકીઓ આપી ફેક્ટરીઓ બંધ કરાવી દેવાની અને જેલભેગા કરવાની બીક બતાવીને મોટી રકમની માંગણી કરતા હતા.

વેપારીઓને શંકા જતાં તેઓએ તાલુકા પીઆઈ (ઙઈં)નો સંપર્ક કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે છેલ્લા 10થી 15 દિવસમાં આ ટોળકીએ અનેક વેપારીઓ પાસેથી લાખો પડાવ્યા છે. જેમાં ગત 6 ઓગસ્ટ, 2026ના રોજ એક વેપારી પાસેથી 21000, 5 ઓગસ્ટે 10,000 તથા અન્ય સ્થળોએથી 5,000 અને 15,000 જેવી રકમો બળજબરીથી કઢાવી લીધી હતી.

પોલીસ દરોડા પાડીને જેતપુરના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ જૂનાગઢના વિવેક મહેતા અને જેતપુરના રાકેશ પીઠડીયા હજુ ફરાર હોય તેમની શોધખોળ હાથ ધરાઈ છે. એસપીના જણાવ્યા અનુસાર, આરોપીઓ સામાન્ય મજૂરી, બ્રોકર અને ગ્રાફિક્સના કામકાજ સાથે જોડાયેલા છે. આરોપીઓ પૈકી એક વ્યક્તિ ગ્રાફિક્સનું કામ જાણતો હોવાથી બોગસ આઈડી કાર્ડ અને બેનરો બનાવીને વેપારીઓ પર દબાણ લાવતો હતો. આ આરોપીઓ ભૂતકાળમાં પણ આવા ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ તે અંગે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.

જેતપુરમાં પણ ટોળકીએ તોડ કર્યાની બે ફરીયાદ
જૂનાગઢ પોલીસે તાજેતરમાં જીપીસીબીના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી ખંડણી વસૂલતા કથિત પત્રકારોને ઝડપી પાડ્યા બાદ, જેતપુરના બે સાડીના કારખાનેદારો પણ આ તોડબાજ ટોળકીનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. બંને કારખાનેદારોએ આ મામલે આરોપીઓ વિરુદ્ધ સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પ્રથમ કિસ્સામાં જેતપુરના કણકીયા પ્લોટમાં રહેતા 58 વર્ષીય વેપારી મહેશભાઈ મનુભાઈ ગજેરાએ તોડબાજ ટોળકીના હેમંત શેખવા, રાકેશ પીઠડીયા અને વિજય વર્મા સામે રૂૂ. 50 હજારની ખંડણી પડાવ્યાની ફરિયાદ નોંધાવી છે. મહેશભાઈનું રબારીકા ચોકડી નજીક ભાદર નદીના પટમાં ’દયાનંદ ઇન્ડસ્ટ્રીઝ’ નામનું કાપડ પ્રિન્ટીંગનું કારખાનું આવેલું છે. નવ મહિના પહેલાં કારખાનાની ખરાબ પાણીની કુંડીમાં કચરો ભરાઈ જતાં પાણી બહાર છલકાયું હતું. તે સમયે ત્રણેય શખ્સોએ કારખાનાનું શૂટિંગ ઉતારી લીધું હતું અને આ વિડીયો જીપીસીબી ઓફિસમાં મોકલી કારખાનું સીલ કરાવવાની તેમજ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. આ ઉપરાંત, ખરાબ પાણીથી માણસો કે પશુઓના મોત થશે તો આજીવન જેલમાં જવું પડશે તેમ કહી ડરાવીને એક લાખની માંગણી કરી હતી અને આખરે તા. 24/12/2025ના રોજ પતાવટ પેટે રૂૂ. 50 હજાર પડાવી ગયા હતા. બીજા બનાવમાં જેતપુરના જૂનાગઢ રોડ પર રહેતા 60 વર્ષીય વેપારી નવીનચંન્દ્ર નારણભાઈ ડોબરીયાએ આરોપી વિજય વર્મા અને અજય જાદવ સામે ફરિયાદ નોંધાવી છે. રબારીકા રોડ પર આવેલા તેમના ’જય ખોડીયાર પ્રોસેસ’ નામના સાડીના કારખાનાની બહાર આરોપીઓએ શૂટિંગ ઉતારી જીપીસીબી બોર્ડના કર્મચારી તરીકે ઓળખ આપી હતી. કારખાનાની ક્ધસાઇન્ટ પૂરી થઈ ગઈ હોવાનું કહી ફરિયાદ કરવાની ધમકી આપી હતી અને બાદમાં કૈલાશ ટ્રાન્સપોર્ટ પાસે પતાવટ પેટે રૂૂ. 30 હજાર પડાવી લીધા હતા. બાદમાં આ નાણાં પડાવનાર શખ્સો અધિકારી નહીં પણ કહેવાતા પત્રકારો હોવાની જાણ થતાં વેપારીએ પોલીસનું શરણું લીધું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *