મયુરનગરમાં રહેણાંક મકાનમાંથી 43 હજારનો દારૂનો જથ્થો ઝડપાયો

શહેરના મયુર નગર મેઇન રોડ પર રહેતા શખસના મકાનમાં થોરાળા પોલીસે દરોડો પાડતા અહીંથી રૂૂપિયા 43,200 ની કિંમતનો દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો. દરોડા દરમિયાન…

શહેરના મયુર નગર મેઇન રોડ પર રહેતા શખસના મકાનમાં થોરાળા પોલીસે દરોડો પાડતા અહીંથી રૂૂપિયા 43,200 ની કિંમતનો દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો. દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હોય પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ, થોરાળા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ જાગાણી, જે.બી.જાડેજા તથા સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન એવી બાતમી મળી હતી કે, મયુરનગર મેઇન રોડ મીનટેક્સ વાયર કારખાનાની બાજુમાં આવેલા મેહુલભાઈ ચૌહાણના મકાનમાં દારૂૂનો જથ્થો છુપાવી રાખ્યો છે. આ બાતમીના આધારે પોલીસે અહીં મયુરનગરમાં આવેલા મેહુલ શામજી ચૌહાણના મકાનમાં દરોડો પાડ્યો હતો. જોકે ઘરમાં કોઈ હાજર ન હોય પોલીસે મકાનમાં તપાસ કરતા તેમાંથી 144 દારૂૂના ચપલા મળી આવ્યા હતા. પોલીસે રૂૂપિયા 43,200 ની કિંમતનો દારૂૂનો આ જથ્થો કબજે કરી મેહુલ ચૌહાણને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *