રાજકોટના કોઠારીયા ગામ નજીકના સ્વાતિ પાર્ક પાસે થી રાજકોટ ઝોન-1 એલસીબીની ટીમે ગોવાથી ભુજ જતા રૂૂ.26.88 લાખની 13440 બોટલ વિદેશી દારૂૂ ભરેલા ટ્રકને ઝડપી લઇ ડ્રાઈવરની ધરપકડ કરી 37 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દારૂૂનો જથ્થો ટ્રકમાં પતરાના બેરલની આડમાં છુપાવ્યો હતો.
મળતી વિગતો મુજબ કોઠારીયા ગામ નજીક દારૂૂ ભરેલો ટ્રક પસાર થવાનો હોવાની બાતમી એલસીબી ઝોન-1ના પીએસઆઈ બી.વી.ચુડાસમાની ટીમના હિતેશભાઈ પરમાર અને રવિભાઈ પટગીરને મળી હોય ટીમે ગોઠવેલી વોચ દરમિયાન કોઠારીયા ગામ નજીકના સ્વાતિ પાર્ક પાસે સ્વસ્તિક ચિક પાસેથી ગઇકાલે પસાર થયેલા ટ્રક નંબર જીજે 03 સીયુ 5156ને અટકાવી તલાશી લેતા તેમાંથી પતરાના બેરલની આડમાં છુપાવેલ રૂૂ.26.88 લાખનો 13440 બોટલ વિદેશી દારૂૂ મળી આવ્યો હતો અંગ્રેજી દારૂૂ સાથે ચાલક ભાવિન પ્રકાશભાઈ અગ્રાવત (ઉ.વ.29)ને ઝડપી લીધો હતો. દારૂૂનો આ જથ્થો ગોવાથી આવી રહ્યો હતો અને ભૂજૂ જવાનો હતો. ડ્રાઇવર ભાવિન સ્વાતિ પાર્ક મેઇન રોડ પર આવેલા શ્રીજી રોડવેઝ ટ્રાન્સપોર્ટમાં નોકરી કરે છે.
ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જ રહે છે. મૂળ સુરતનો વતની છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, તે ટ્રાન્સપોર્ટમાં માલ ભરી ગોવા ગયો હતો. તેના શેઠે સૂચના આપતા ગોવાની ટ્રાન્સપોર્ટ પેઢીમાંથી મિડિયમ સાઈઝના 112 બેરલ લઇ ભૂજ જવા રવાના થયો હતો. દારૂૂ અને ટ્રક સહિત કુલ રૂૂા. 37.03લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ગોવાની ટ્રાન્સપોર્ટ પેઢીને બેરલમાં દારૂૂ હોવાની જાણ હતી કે કેમ તે તપાસનો વિષય છે. ડ્રાઇવર ભાવિનને તેના શેઠે ગોવાથી માલ ભરી આવવાનું કહ્યું હતું. તેના શેઠને પણ બેરલમાં દારૂૂ હોવાની જાણ હોય તેવી શક્યતા નહીંવત છે.
આ સ્થિતિમાં પોલીસ હવે ગોવાની ટ્રાન્સપોર્ટ પેઢી અને તેને આ દારૂૂ ભરેલા બેરલ આપી જનાર શખ્સો અંગે તપાસ કરવા ગોવા જશે.પોલીસ કમીશ્નર બ્રજેશકુમાર ઝા,એડી.પોલીસ કમીશ્નર મહેન્દ્ર બગડીયા,ડીસીપી ઝોન-1 હેતલ પટેલની સુચનાથી એલસીબી ઝોન-1ના પીએસઆઈ બી.વી.ચુડાસમા, એ.એસ.આઇ મનરૂૂપગીરી ગૌસ્વામી, હરેશભાઇ પરમાર, હિતેન્દ્રસિંહ ઝાલા, જગદીશસિંહ પરમારે કામગીરી કરી હતી.
