રાજકોટ જિલ્લામાં ચાર સ્થળેથી રૂા.18.53 લાખનો દારૂ ઝડપાયો

SMCના દરોડા બાદ સ્થાનિક પોલીસની ઉંઘ ઉડી, જેતપુર અને પડધરીના દરોડામાં 6 શખ્સોની ધરપકડ, 7 ફરાર રાજકોટ જિલ્લાઓમાં ગેરકાયદેસર દારૂૂને હેરાફેરી કરતા તત્વો ઉપર પોલીસે…

SMCના દરોડા બાદ સ્થાનિક પોલીસની ઉંઘ ઉડી, જેતપુર અને પડધરીના દરોડામાં 6 શખ્સોની ધરપકડ, 7 ફરાર

રાજકોટ જિલ્લાઓમાં ગેરકાયદેસર દારૂૂને હેરાફેરી કરતા તત્વો ઉપર પોલીસે ધોસ બોલાવી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ સક્રિય બનતા રાજકોટ જીલ્લા પોલીસની ઊંઘ પણ ઉડી હતી અને અલગ અલગ ચાર દરોડામાં રૂૂ.18.53 લાખનો દારૂૂનો જથ્થો ઝડપી લઇ છ શખ્સોની ધરપકડ કરી છે આ દરોડામાં જેતપુરના કુખ્યાત બુટલેગર સહીત સાતને વોન્ટેડ જાહેર કાર્ય છે.

જેતપુરના ફુલવાડી ઢોરા પાસે રોડ પર હોન્ડા અમેઝ કારને અટકાવી તપાસ કરવામાં આવી હતી. આ નંબર વગરની કારમાંથી ભારતીય બનાવટના પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂૂની 1200 પ્લાસ્ટિકની બોટલો કિંમત રૂૂ. 1,50,000 મળી આવી હતી. પોલીસે દારૂૂ, હોન્ડા અમેઝ કાર મળી કુલ રૂૂ. 4,65,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં ચાંદની ચોક, જેતપુરના રહેવાસી વસીમભાઇ ઇકબાલભાઇ સોલંકી અને વિશેષ ભુપેશભાઇ પરમારની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન આ દારૂૂનો જથ્થો સપ્લાય કરનાર તરીકે જેતપુરના કુખ્યાત બુટલેગર અનીલ ઉર્ફે ડબલી મનસુખભાઇ બારૈયા (રહે. બાપુની વાડી, જેતપુર)નું નામ ખુલ્યું છે, જેની સામે અગાઉ 65થી વધુ ગુના નોંધાયેલા છે અને તે પાસા તેમજ હદપારીમાં અટકાયત થઈ ચૂકેલો છે.

બીજી તરફ પડધરી પોલીસે મોટા ખીજડીયા ગામે પંકજ ઉર્ફે પકો જગદીશભાઈ દફડાની વાડીમાં દરોડો પાડી રૂૂ. 2.51 લાખની કિંમતનો 1395 બોટલ અંગ્રેજી દારૂૂ જપ્ત કરી તેની ધરપકડ કરી છે. આ કેસમાં રાજકોટના કાલાવડ રોડ પર કણકોટના પાટીયા પાસે રહેતા ગોરધન આલાભાઈ દફડાનું નામ ખુલતા તેને વોન્ટેડ જાહેર કરાયો છે.

જેતપુર તાલુકામાં ક્રેટા કારમાંથી 21.11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો જેમાં જેતપુર તાલુકાના ખીરસરા રોડે ગાલોલીયા નદીના પુલ પાસેથી ક્રેટા કાર નંબર જીજે -27-ઈએચ-9632 માંથી કુલ 3408 નંગ દારૂૂના ચપલા કિંમત રૂૂ. 11,06,400 મળી આવ્યા હતા. આ ગુનામાં રાજસ્થાનના ચિત્તલવાના તાલુકાના હનુમનારામ સુજાનારામ ખીચ્ચર (ઉ.વ. 21) અને મનોહરલાલ અડમાનારામ સાહું (ઉ.વ. 32)ની ધરપકડ કરાઈ છે. આ જથ્થો મંગાવનાર રાજેન્દરસિંહ (રહે. ચૌહટન, રાજસ્થાન), દારૂૂનો ઓર્ડર આપનાર અન્ય એક વ્યક્તિ અને કારના માલિક સહિત ત્રણ શખ્સોને પકડવાના બાકી છે. પોલીસે કાર, મોબાઇલ અને દારૂૂ સહિત કુલ રૂૂ. 21,11,400નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ચોથા દરોડામાં જેતપુરના ખીરસરા રોડે ગાલોલીયા નદીના પુલ પાસે સિમેન્ટ પ્રોડક્ટના બંધ કારખાના સામે પોલીસે દરોડો પાડી રૂૂ.3.52 લાખના વિદેશી દારૂૂ સાથે શીતળામાના મંદિર પાસે, ભોજાધાર જેતપુરના દિલીપભાઇ ઉર્ફે દિલુ કાળુભાઇ વાળાની ધરપકડ કરી હતી આ દરોડા બાદ તપાસમાં જેતપુર રવી ઉર્ફે ઠાકોર મેરામભાઇ મરતોલીયા નું નામ ખુલ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *