ધૂળેટી પૂર્વે નવી કોર્ટ નજીક રાજસ્થાનથી આવતી લકઝરી બસમાંથી દોઢ લાખનો દારૂ ઝડપાયો

ડ્રાઇવર અને ક્લીનર જામનગરના શખ્સને આપવા જતા હોવાની શંકા, 8.79 લાખનો મુદ્દામાલ જપ્ત હોળી-ધૂળેટીના તહેવાર નજીક આવતા બૂટલેગરો દ્વારા વાહનોમાં ચોર ખાના બનાવી અને પોલીસને…

ડ્રાઇવર અને ક્લીનર જામનગરના શખ્સને આપવા જતા હોવાની શંકા, 8.79 લાખનો મુદ્દામાલ જપ્ત

હોળી-ધૂળેટીના તહેવાર નજીક આવતા બૂટલેગરો દ્વારા વાહનોમાં ચોર ખાના બનાવી અને પોલીસને ખબર ન પડે તેવી રીતે બૂટલેગર સુધી દારૂ પહોંચડાવામાં આવે છે. ત્યારે રાજકોટમાં નવી કોર્ટ પાસેથી પસાર થઇ રહેલી રાજસ્થાનની મહાદેવ ટ્રાવેલ્સની બસમાંથી અલગ અલગ બ્રાન્ડનો દારૂ મળી આવતા પોલીસ ચોંકી ગઇ હતી. આ ઘટનામાં યુનિ.પોલીસે ડ્રાઇવર અને કલીનરની ધરપકડ કરી પૂછપરછ કરતા દારૂનો જથ્થો જામનગરમાં આપવાનો હોવાનુ ખુલ્વા પામ્યુ છે.

વધુ વિગતો મુજબ યુનિ. પોલીસ મથકના પીઆઇ એચ.એમ.પટેલ, પીએસઆઇ એન.વી.ચાવડાના માર્ગદર્શનમાં હેડકોન્સ્ટબેલ કરણભાઇ મારુ અને લાલુભા ગોહીલ સહિતના સ્ટાફે બાતમીના આધારે જામનગર રોડ પર આવેલી નવી કોર્ટ પાસેથી પસાર થતા મહાદેવ ટ્રાવેલ્સને અટકાવી તલાશી લેતા તેમાંથી અલગ અલગ ફેલેવરની 1.50 લાખની 500 જેટલી દારૂની બોટલ મળી આવી હતી. આ સાથે જ નારાયણલાલ રામાલાલ ગુજર અને તેની સાથેના દેવીલાલ રતનલાલ પટેલને ઝડપી રૂા.8.79 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે બસના ચાલક અને ક્લિનરની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *