જામનગર પંથકમાં દારુનો વેપલો ધમધોકાર, 6 બુટલેગરો પકડાયા

જામનગર જિલ્લામાં પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ સઘન કાર્યવાહી હાથ ધરી વિવિધ પોલીસ મથક વિસ્તારોમાંથી વિદેશી દારૂૂ સાથે 6 શખ્સોને ઝડપી પાડ્યા છે. અલગ-અલગ રેઇડ દરમિયાન…

જામનગર જિલ્લામાં પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ સઘન કાર્યવાહી હાથ ધરી વિવિધ પોલીસ મથક વિસ્તારોમાંથી વિદેશી દારૂૂ સાથે 6 શખ્સોને ઝડપી પાડ્યા છે. અલગ-અલગ રેઇડ દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારૂૂ, વાહનો તથા અન્ય મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

સીટી ‘એ’ ડિવિઝન વિસ્તારમાં નિલકંઠનગર ખાતે કરવામાં આવેલી રેઇડ દરમિયાન દિલીપભાઈ ઉર્ફે રાજા કારાભાઈ પરમાર પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂૂ મળી આવતા તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

સીટી ‘બી’ ડિવિઝન વિસ્તારમાં નવાગામ ઘેડ, કબીરનગર સફીયાવાસ ખાતે કરવામાં આવેલી રેઇડ દરમિયાન મામદભાઈ સુલેમાનભાઈ સફીયાના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂૂના ચપલા કબજે કરવામાં આવ્યા હતા.
સીટી ‘સી’ ડિવિઝન વિસ્તારમાં બે અલગ-અલગ કાર્યવાહીમાં સોનુસિંગ શેરસિંગ ખીચ્ચી તથા સચિનકુમાર અશોકકુમારને વિદેશી દારૂૂ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન દારૂૂ ઉપરાંત એક્ટીવા પણ કબજે કરવામાં આવી હતી.

જોડીયા પોલીસ મથક વિસ્તારમાં ભાદરા પાટીયા સર્કલ નજીક નીલેશભાઈ ચંદુભાઈ ધામેચા એક્ટીવામાં દારૂૂની હેરાફેરી કરતા ઝડપાયો હતો. તેની પાસેથી દારૂૂ, મોબાઇલ ફોન તથા એક્ટીવા મળી કુલ રૂૂ. 81,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

કાલાવડ ગ્રામ્ય પોલીસ મથક વિસ્તારમાં મોઇનભાઈ ઉર્ફે સોનુ અનવરભાઈ મીયાવા જાહેર સ્થળે વિદેશી દારૂૂ સાથે ઝડપાતા તેની સામે પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જામજોધપુરના અમરાપરમાં જમીન વિવાદમાં 3 મહિલાઓ પર હુમલો
જામજોધપુર તાલુકાના અમરાપર ગામે જમીન સંબંધિત જૂની અદાવતને લઈને 3 મહિલાઓ ઉપર થયેલા હુમલાના બનાવમાં પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે અમરાપર ગામની રહેવાસી જીવીબેન વિરમભાઈ કારાવદરાએ જામજોધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી નાગાજણભાઈ ભીમાભાઈ ઓડેદરા, તેમની પત્ની ભરમીબેન, ભાવનાબેન દુદાભાઈ ઓડેદરા તથા નાગાજણભાઈના પુત્ર માનવે એકસંપ થઈ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા જેવા હથિયારો સાથે હુમલો કર્યો હતો.

હુમલામાં ફરિયાદીને ડાબા હાથની કોણીમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા ઉપરાંત ખભા અને હાથમાં ઈજાઓ પહોંચી હતી. સાથે રહેલી સાકળબેનને હાથ, ખભા અને માથાના ભાગે જ્યારે સુમિત્રાબેનને ખભા, પેટ તથા પગના ભાગે ઈજાઓ પહોંચ્યાનું ફરિયાદમાં જણાવાયું છે. કેસની વધુ તપાસ પીએસઆઈ એચ.બી. વડવીયા ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *