ઇનોવામાં ચોરખાનું બનાવી દારૂ ઘુસાડવાનું કારસ્તાન

શાપર (વેરાવળ) નજીક એલસીબીએ દરોડો પાડી ઈનોવા કારમાં ચોર ખાનું બનાવી ઘુસાડેલ રૂૂ.52 હાજરના વિદેશી દારૂૂ સાથે રાજકોટ અને ધોરાજીના શખ્સને ઝડપી લઇ રૂૂ.5.67 લાખનો…

શાપર (વેરાવળ) નજીક એલસીબીએ દરોડો પાડી ઈનોવા કારમાં ચોર ખાનું બનાવી ઘુસાડેલ રૂૂ.52 હાજરના વિદેશી દારૂૂ સાથે રાજકોટ અને ધોરાજીના શખ્સને ઝડપી લઇ રૂૂ.5.67 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાય તથા જીલ્લા પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબીનો પેટ્રોલીંગમાં હતો. દરમિયાન ટીમને ખાનગી બાતમી મળી હતી કે, ટોયટા ઇનોવા કાર નંબર જીજે -01-કેએમ-0030 માં ચોરખાનું બનાવી વિદેશી દારૂૂનો જથ્થો હેર-ફેર કરવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે વોચ ગોઠવીને રેઇડ પાડતાં કારમાંથી ભારતીય બનાવટની જુદી-જુદી કંપની સીલ પેક 180 એમ.એલ. ની 458 બોટલો કિંમત રૂૂ. 52,510 મળી આવી હતી. એલસીબીએ દારૂૂનો જથ્થો, રૂૂ. 15,000 ની કિંમતના 2 નંગ મોબાઈલ ફોન અને ઇનોવા કાર સહિત કુલ રૂૂ. 5,67,910 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

કારમાં ચોરખાનું બનાવી આ દારૂૂ લાવનાર ધોરાજીના ઝાઝમેરના અજયસિંહ જીતેન્દ્રસિંહ મકવાણા અને રાજકોટના. નવલનગર શેરી નં. 3/17, રામશેરી બંધમાં, મવડી પ્લોટમાં રહેતા કિશન ઉર્ફે કિશુ ઉર્ફે બન્ના હિતેશભાઈ ચૌહાણની ધરપકડ કરી હતી. આ દારૂૂનો જથ્થો ક્યાંથી લાવ્યા અને કોને સપ્લાય કરવાનો હતો તે સહીતની બાબતો ઉપર પોલીસે બન્નેની વિશેષ પુછપરછ કરી હતી.

એલસીબી જે.પી. રાવના નેતૃત્વ હેઠળ પીએસઆઈ એચ.સી. ગોહીલ, કે.એમ. ચાવડા, આર.વી. ભીમાણી, પી.એન. ભરવાડ તથા સ્ટાફના બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, બ્રીજરાજસિંહ જાડેજા, રોહિતભાઈ બકોત્રા, શિવરાજભાઈ ખાચર, છત્રપાલસિંહ જાડેજા, પ્રતાપસિંહ સોલંકી અને અલ્પેશભાઈ રાઠોડ સહીતના સ્ટાફે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *