અમદાવાદ શહેરમાં નામાંકિત જવેલર્સ સાથે 4.45 કરોડની કિંમતના સોના અને ડાયમંડના દાગીના મેળવી વિશ્વાસઘાત આચરવાના ચકચારી પ્રકરણમાં કચ્છ ભાજપના મહિલા આગેવાનના દીકરા શિવમ વિશ્રામભાઈ ગઢવી અને વેવાઈ પરિવારના ત્રણ આરોપીઓની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા અટકાયત કરવામાં આવી છે. જ્યારે આરોપી પુત્રવધુ હજુ પોલીસને હાથ લાગી નથી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓએ અગાઉથી સુનિયોજિત કાવતરું રચી પોતાની ઓળખ રિયલ એસ્ટેટ તેમજ ગોલ્ડ અને ડાયમંડના મોટા દલાલ કમ એજન્ટ તરીકે આપી હતી. જવેલર્સનો વિશ્વાસ સંપાદિત કર્યા બાદ, આરોપીઓએ અલગ-અલગ શોરૂૂમમાંથી કરોડો રૂૂપિયાના દાગીના ખરીદ્યા હતા. જોકે, બાદમાં દાગીના કે તેની રકમના નાણાં પરત ન આપી વેપારીઓ સાથે મોટો વિશ્વાસઘાત આચર્યો હતો. સેટેલાઇટના અસાવરી ટાવરમાં રહેતા ફરિયાદી અભિષેક લલિતભાઈ ઝવેરીની ફરિયાદ આધારે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ એસ.આર. ગોલ્ડન જવેલર્સને 2.05 કરોડ,અભિષેક ઝવેરી શોરૂૂમને 1.69 કરોડ, ઝવેરી એન્ડ કંપનીને 43.95 લાખ અને હરૂૂભાઈ ઝવેરીને 26.33 લાખનો ચૂનો લગાવ્યો છે.
જે મામલે પોલીસે અમદાવાદના થલતેજમાં રહેતા આરોપી અનિલ ભીખાભાઈ વિભાણી, તેમની પત્ની વિમ્મી વિભાણી, પુત્ર વેદાંત વિભાણી અને મુન્દ્રાના શિવમ વિશ્રામભાઈ ગઢવી(પ્લોટ નં. 19-20, લક્ષ્મી સોસાયટી, બારોઇ રોડ, મુન્દ્રા)ની ધરપકડ કરી છે. આરોપી શિવમ ગઢવી ભાજપના ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ છાયાબેન ગઢવીનો પુત્ર છે. કેસમાં આરોપી શિવમની પત્ની રાજવી વિભાણી હાલ ફરાર હોવાથી તેને પકડવા તજવીજ હાથ ધરાઈ છે. આ અંગે વિશ્રામભાઇ ગઢવીએ જણાવ્યુ હતું કે, આ બનાવમાં આક્ષેપો પાયાવિહોણા છે અને તેમના પુત્રને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યા છે.
જે મામલે પોલીસે અમદાવાદના થલતેજમાં રહેતા આરોપી અનિલ ભીખાભાઈ વિભાણી, તેમની પત્ની વિમ્મી વિભાણી, પુત્ર વેદાંત વિભાણી અને મુન્દ્રાના શિવમ વિશ્રામભાઈ ગઢવી(પ્લોટ નં. 19-20, લક્ષ્મી સોસાયટી, બારોઇ રોડ, મુન્દ્રા)ની ધરપકડ કરી છે. આરોપી શિવમ ગઢવી ભાજપના ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ છાયાબેન ગઢવીનો પુત્ર છે. કેસમાં આરોપી શિવમની પત્ની રાજવી વિભાણી હાલ ફરાર હોવાથી તેને પકડવા તજવીજ હાથ ધરાઈ છે.
પોલીસ તપાસ દરમિયાન એ વાતનો ખુલાસો થયો છે કે છેતરપિંડીનો મુખ્ય સૂત્રધાર અનિલ વિભાણી રીઢો ગુનેગાર છે અને તેની સામે ગુજરાતના વિવિધ જિલ્લાઓ તેમજ શહેરોમાં અગાઉ પણ 11 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હાલ તમામ આરોપીઓના બેંક એકાઉન્ટ, લોકર અને સ્થાવર મિલકતો અંગે સઘન પૂછપરછ અને તપાસ ચલાવવામાં આવી રહી છે.
