દારૂબંધી વચ્ચે ગુજરાતમાં દારૂના ડખ્ખા વધ્યા, 8 મહિનામાં 70 હજાર કેસ

ગૃહ વિભાગે કરેલા વિશ્ર્લેષણમાં ચોંકાવનારા આંકડા મળ્યા, 112માં થયેલા કોલમાં મોટા ભાગના દારૂના ઝઘડા ગુજરાતમાં સૈદ્ધાંતિક રીતે સંપૂર્ણ દારૂૂબંધી અમલમાં હોવા છતાં, વાસ્તવિક ચિત્ર કંઈક…

ગૃહ વિભાગે કરેલા વિશ્ર્લેષણમાં ચોંકાવનારા આંકડા મળ્યા, 112માં થયેલા કોલમાં મોટા ભાગના દારૂના ઝઘડા

ગુજરાતમાં સૈદ્ધાંતિક રીતે સંપૂર્ણ દારૂૂબંધી અમલમાં હોવા છતાં, વાસ્તવિક ચિત્ર કંઈક અલગ જ વાર્તા કહી રહ્યું છે. રાજ્યમાં દારૂૂના નશામાં થતા આંતરિક ઝઘડા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ખોરવતા કિસ્સાઓ પોલીસ પ્રશાસન માટે એક મોટો પડકાર બનીને ઉભરી આવ્યા છે. તાજેતરમાં રાજ્ય ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર, કટોકટીના સમયે મદદ માટે શરૂૂ કરાયેલી ‘112’ હેલ્પલાઇન પર આવતા કોલ્સમાં દારૂૂના કારણે થતા ઝઘડા ત્રીજા સ્થાને રહ્યા છે. આ બાબત દર્શાવે છે કે ‘દારૂૂ બંધી વાળા ગુજરાત માં પણ નશાખોરી સામાજિક શાંતિ માટે મોટો ખતરો બની રહી છે.

રાજ્ય ગૃહ વિભાગના સત્તાવાર વિશ્ર્લેષણ અનુસાર, 1 સપ્ટેમ્બર 2025થી એપ્રિલ 2026 વચ્ચેના આઠ મહિનાના સમયગાળામાં 112 હેલ્પલાઇન દ્વારા કુલ 6.38 લાખ પોલીસ કટોકટીના કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ કુલ કેસોમાંથી 11.10% એટલે કે અંદાજે 70,000 જેટલા કોલ્સ માત્ર દારૂૂના નશામાં થયેલી બબાલ અને ઝઘડાના હતા.

આ યાદીમાં સૌથી મોખરે અસલ્ટ એટલે કે શારીરિક હુમલાના કેસો (18.30%) અને બીજા ક્રમે સામાન્ય કે ગંભીર વિવાદો (13.21%) રહ્યા છે. આશ્ચર્યજનક બાબત એ છે કે દારૂૂના કારણે થતા ઝઘડાઓનો વ્યાપ રોડ અકસ્માત, ચોરી, મહિલાઓ પર થતા હુમલા કે ઘરેલુ હિંસા જેવી ગંભીર સમસ્યાઓ કરતાં પણ ઘણો વધારે નોંધાયો છે.

આંકડાઓનું ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરતાં માલૂમ પડે છે કે નશાખોરીના કારણે થતા ઝઘડાઓનો ચોક્કસ સમયગાળો હોય છે. પોલીસને મળતા કટોકટીના કોલ્સમાં સૌથી વધુ ઉછાળો દરરોજ સાંજે 6:00 વાગ્યાથી રાત્રિના 11:00 વાગ્યા દરમિયાન જોવા મળે છે. આ ઉપરાંત, શનિવાર અને રવિવાર જેવા સપ્તાહાંતના દિવસોમાં આ પ્રવૃત્તિઓ અને તેનાથી ઉદ્ભવતા વિવાદોનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી જાય છે, જે પોલીસ પેટ્રોલીંગ પર ભારે દબાણ ઊભું કરે છે.

દારૂૂબંધીના કડક અમલના દાવાઓ વચ્ચે સમાજના જવાબદાર ગણાતા વર્ગો પણ આ દૂષણથી મુક્ત નથી. તાજેતરમાં જ ભાવનગરમાં ડેપ્યુટી મામલતદાર મહેશ ભટ્ટની દારૂૂના નશામાં હંગામો કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય વડોદરામાં પોલીસ કોન્સ્ટેબલની સંડોવણી અને મહેસાણા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં નશાખોરોથી કંટાળીને ગામલોકો દ્વારા તેમને પાંજરામાં પૂરવાની ફરજ પડી હોવાના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા છે. આ ઘટનાઓ સાબિત કરે છે કે વ્યસનની આ સમસ્યા વહીવટી તંત્રના વિવિધ સ્તરો સુધી પ્રસરેલી છે.

બીજી તરફ, રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ કે.એલ.એન. રાવે જણાવ્યું હતું કે, “આ આંકડાઓ એ બાબતની સાબિતી છે કે લોકોમાં 112 જન રક્ષક સેવા પ્રત્યે જાગૃતિ વધી છે અને તેઓ મુશ્કેલીના સમયે કાયદાનો આશરો લઈ રહ્યા છે.” 1 સપ્ટેમ્બર 2025થી પોલીસ, ફાયર, મેડિકલ, ડિઝાસ્ટર અને મહિલા-બાળ હેલ્પલાઇનને એકીકૃત કરીને શરૂૂ કરાયેલી આ સેવાની કાર્યક્ષમતામાં ઘણો સુધારો થયો છે. સપ્ટેમ્બર 2025માં પોલીસનો સરેરાશ રિસ્પોન્સ સમય 17 મિનિટ અને 21 સેક્ધડ હતો, જે એપ્રિલ 2026 સુધીમાં ઘટીને માત્ર 12 મિનિટ થઈ ગયો છે. નાગરિકોની સક્રિયતા અને પોલીસની ત્વરિત કામગીરીને કારણે ગુનાઓ અટકાવવામાં મદદ મળી રહી છે, પરંતુ ‘સૂકા ગુજરાત’માં દારૂૂના કારણે થતા આટલા મોટા પાયે ઝઘડાઓ સામાજિક ચિંતન અને કાયદાના વધુ કડક અમલીકરણની તાતી જરૂૂરિયાત તરફ આંગળી ચીંધે છે.

છેલ્લા આઠ મહિનાનો 112 જન રક્ષક સેવાનો રિપોર્ટ
સપ્ટેમ્બર 2025 થી એપ્રિલ 2026 સુધી 112 જન રક્ષક સેવાના રિપોર્ટમાં કુલ પોલીસ કટોકટી કોલ્સ: 6.38 લાખ દારૂૂના કારણે થયેલા ઝઘડા: 11.10% (આશરે 70,000 કેસ) નોંધાયા તેમજ રોડ અકસ્માત, ચોરી અને ઘરેલુ હિંસા કરતાં પણ વધુ કેસો સાથે ત્રીજા ક્રમે સૌથી વધુ કોલ્સ સાંજે 6:00 વાગ્યાથી રાત્રિના 11:00 વાગ્યા દરમિયાન અને શનિવાર અને રવિવાર સપ્તાહાંતમાં વધુ કોલ્સ મળ્યા છે.જેમાં પોલીસ રિસ્પોન્સ ટાઈમમાં સુધારો નોંધાયો છે. સપ્ટેમ્બર 2025: 17 મિનિટ 21 સેક્ધડ એપ્રિલ 2026: 12 મિનિટ 5 મિનિટથી વધુનો ઘટાડો નોંધાયો છે.

ગુનાઓનું વિશ્ર્લેષણ
ક્રમ ગુનાનો પ્રકાર ટકાવારી (ટકા)
1 અસલ્ટ (શારીરિક હુમલા) 18.30 ટકા
2 આંતરિક વિવાદ/ બોલાચાલી 13.21 ટકા
3 દારૂના નશામાં થતા ઝઘડા 11.10 ટકા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *