ખંભાળિયા નજીક કારમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો રૂ. 6.35 લાખનો મુદ્દામાલ કબજે: સપ્લાયરનું નામ ખુલ્યું

ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર ગતરાત્રે ડીવાયએસપીની ટીમ દ્વારા દારૂૂ ભરેલી મોટરકાર કબજે લેવામાં આવી હતી. આ પ્રકરણમાં પોલીસે રૂૂ. 6.35 લાખના મુદ્દામાલ સાથે ભાણવડ…

ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર ગતરાત્રે ડીવાયએસપીની ટીમ દ્વારા દારૂૂ ભરેલી મોટરકાર કબજે લેવામાં આવી હતી. આ પ્રકરણમાં પોલીસે રૂૂ. 6.35 લાખના મુદ્દામાલ સાથે ભાણવડ તાબેના રાણપર ગામના શખ્સની અટકાયત કરી દીધી હતી. જ્યારે સપ્લાયરની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયાના ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિની ટીમ દ્વારા સોમવારે રાત્રિના સમયે કરવામાં આવેલી કાર્યવાહીમાં સ્ટાફના શક્તિરાજસિંહ જાડેજા તથા સુખદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા નજીકના જામનગર હાઈવે માર્ગ પર મઢુલી હોટલ પાસેના ઓવરબ્રિજ નજીકથી શંકાસ્પદ હાલતમાં પૂરઝડપે પસાર થતી મારુતિ બ્રેઝા કંપનીની જી.જે. 23 સી.બી. 0010 નંબરની એક મોટરકારને પોલીસે અટકાવી, ચેકિંગ કરતા આ મોટરસાયકલમાં જુદા જુદા 10 બાચકા માંથી 650 લીટર દેશી દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો.

આથી પોલીસે રૂૂપિયા 1.30 લાખની કિંમતના 650 લિટર દેશી દારૂૂ તેમજ રૂૂ. 5 લાખની કિંમતની મોટરકાર અને રૂૂ. 5 હજારની કિંમતના મોબાઈલ ફોન મળી કુલ રૂૂપિયા 6.35 લાખના મુદ્દામાલ સાથે ભાણવડ નજીકના રાણપર ગામના કેશુ ઉર્ફે કિશન કમા મોરી નામના 20 વર્ષના શખ્સની અટકાયત કરી, ગુનો નોંધ્યો હતો. દારૂૂનો આ જથ્થો તેણે ભાણવડ તાલુકાના પાસ્તરડી ગામના જયેશ ટપુ રબારી નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું કબુલતા આ સમગ્ર પ્રકરણમાં ખંભાળિયા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *